Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજયના ખેડુતો પાસેથી ૧૬મી માર્ચથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી શરૂ કરાશે

૨૩૫ ગોડાઉન કેન્‍દ્રો ખાતે વ્‍યવસ્‍થાશરૂ કરાઇ

અમદાવાદ તા. ૯ : રાજય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૧-૨૨ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી આગામી તા.૧૬મી માર્ચથી તા.૩૧મી જુલાઇ-૨૦૨૧ દરમિયાન કરવામાં આવનાર છે. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના ૨૩૫ જેટલા ગોડાઉન કેન્‍દ્રો ખાતે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે

ભારત સરકાર દ્વારા ઘઉં માટે લઘુત્તમ ટેકાનો ભાવ રૂા.૧૯૭૫ પ્રતિ ક્‍વિન્‍ટલ નિયત કરવામાં આવ્‍યો છે. લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઇચ્‍છા ધરાવતાં ખેડુતોની ઓનલાઇન નોંધણી સંબંધિત નિગમના ગોડાઉન કેન્‍દ્ર ખાતે તથા ગ્રામ્‍ય કક્ષાએ V.C.E.મારફતે તા.૮મી માર્ચથી તા. ૩૧મી માર્ચ-૨૦૨૧ સુધી ચાલુ રહેશે તેમ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.

(11:47 am IST)