Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

આણંદના સારસામાં દુકાન માલિકની નજર સેરવી બાઈક ચોર 44 હજાર ભરેલ બેગ સેરવી ફરાર

આણંદ: તાલુકાના સારસા ગામે આજે સવારના સુમારે દુકાન માલિકની નજર ચુકવીને એક બાઈક સવાર ગઠિયો ૪૪,૪૦૦ની મત્તા ભરેલી બેગ ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને બાઈક સવારના વર્ણનના આધારે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર સારસા ખાતે રહેતા ફરિયાદી સંદિપભાઈ રમેશભાઈ પટેલની બસસ્ટેન્ડ પાસે આવેલા એ. જી. કોમ્પલેક્ષમાં રાજા કોમ્યુનીકેશન્સના નામે મોબાઈલની દુકાન આવેલી છે. આજે સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે નીત્યક્રમ મુજબ દુકાને આવ્યા હતા અને પોતાની પાસેની કાળા કલરની બેગ કે જેમાં રોકડા ૪૦ હજાર તેમજ જુના રીચાર્જ ૧૨ ફોન, ગેસબુક, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, ચેકબુકો તેમજ રીચાર્જ કુપનો મુકેલી હતી તે ટેબલ પર મૂકીને બેનરો ગોઠવવા દુકાનની બહાર આવ્યા હતા. દરમ્યાન ત્યાં ઉભેલા એક બાઈક ચાલકે તમારા પૈસા પડી ગયા છે તેમ જણાવતાં જોયું તો બે વીસની નોટ અને એક દશની નોટ હતી જેથી તે લેવા જતાં જ બાઈક ચાલક નજર ચુકવીને આખી બેગ ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

 

(5:29 pm IST)