Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

નડિયાદ એલસીબીએ ચકલાસી નજીકથી બાઈક ચોરને એક વર્ષની ભારે જહેમત બાદ ઝડપી પાડ્યો

નડિયાદ: શહેર માંથી એલસીબી પોલીસે ચકલાસી પોલીસ મથકની હદમાંથી એક વર્ષ અગાઉ ચોરી થયેલ બાઈકના ગુનામાં અમદાવાદના એક તસ્કરને પકડી પાડ્યો છે. આ તસ્કર અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હોઈ પોલીસ તપાસમાં ચોરીના વધુ ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે ઘરફોડ ચોરીઓના ગુનામાં અગાઉ પકડાયેલ રીઢો ગુનેગાર વિષ્ણુભાઈ ઉર્ફે રાજુ દલપતસિંહ સોઢા પરમાર કે જે અમદાવાદમાં ગેરતપુર રેલવેસ્ટેશન નજીક રહે છે તે નડિયાદ આવી રહ્યો છે. જેથી એલસીબી ની ટીમે નડિયાદમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન શહેરમાં આવેલ પુનેશ્વર મહાદેવ મંદિર પાસેથી વિષ્ણુ ઉર્ફે રાજુ દલપતસિંહ સોઢા પરમાર મોટરસાઈકલ લઈ પસાર થતો હતો ત્યારે એલસીબી પોલીસે તેની અટકાયત કરી હતી. અને નડિયાદ ટાઉન પોલીસસ્ટેશન વિસ્તારમાં થઈ રહેલ ઘરફોડ ચોરીઓ બાબતે પૂછપરછ હાથ ધરી હતી. જો કે પૂછપરછ દરમિયાન તેણે ઘરફોડ ચોરી બાબતે કંઈ જાણતો ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ આજથી એકાદ વર્ષ અગાઉ કણજરી બ્રિજ પાસેથી હિરોહોન્ડા કંપનીનું મોટરસાઈકલ નં જીજે ૨૩ એબી ૧૩૨૨ ની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે ચોરીનું આ બાઈક કબજે લઈ વિષ્ણુસિંહ ઉર્ફે રાજુ દલપતસિંહ સોઢા પરમારની સીઆરપીસી કલમ ૪૧(૧) મુજબ અટક કરી ચકલાસી પોલીસના હવાલે કર્યો હતો. 

(5:25 pm IST)