Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ખેડામાં એલસીબીની ટીમે પશુચોરીના ગુનાહમાં ફરતા બે આરોપીને નડિયાદથી ઝડપી પાડ્યા

ખેડા: જિલ્લા એલસીબી પોલીસે ખંભાત સીટી પોલીસ મથકની હદમાંથી પશુઓની ચોરી કરી નાસતાં ફરતાં બે આરોપીઓને નડિયાદમાંથી પકડી પાડ્યાં છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા એલસીબીની ટીમ ગતરોજ નડિયાદમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે ખંભાત સીટી પોલીસ સ્ટેશન હદમાંથી બકરાંની ચોરી કરી હાલ નાસતાં ફરતાં આરોપીઓ નડિયાદમાં ફરી રહ્યાં છે. જેથી એલસીબી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. અને બકરાંની ચોરી કરનાર મનોજભાઈ ઉર્ફે મહેતો દિનેશભાઈ તળપદા અને કમલેશભાઈ ઉર્ફે લલવો લલ્લુભાઈ તળપદા (બંને રહે વાઘરીવાસ નડિયાદ)ની નડિયાદ સીટી જીમખાના પાસેથી સીઆરપીસી કલમ ૪૧(૧)(આઈ) મુજબ બંનેને ઝડપી પાડી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યાં હતા. 

(5:25 pm IST)