Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વડોદરાના કારેલીબાગમાં ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં અગમ્ય કારણોસર આગ ભભૂકતા અફડાતફડી: અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ગર્વમેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં શુક્રવારની મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ બચી ગઇ હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બચાવી લેવાયા હતા. ફાયર બ્રિગેડે અડધો કલાકની જહેમત બાદ આગને કાબુમાં કરી હતી.

આગ શોટ-સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે. આશરે ૧૧ વાગ્યે આગ લાગી હતી. હોસ્પિટલના કર્મચારીનું ધ્યાન જતાં તેણે બુમાબુમ કરીને અન્ય સ્ટાફને જાણ કરી હતી. આ દરમિયાન આગ બેકાબુ બની ગઇ હતી અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતા દર્દીઓ દાખલ છે તે વોર્ડમાં ગુંગળામણ થવા લાગી હતી. સ્ટાના લોકોએ પહેલા તો ફાયર બ્રિગેડ અને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી જે બાદ દર્દીઓને સલામત સ્થળે ખસેડવાનું કામ કર્યુ હતું જો કે દર્દીઓને સારવાર માટે ઊંઘની દવાઓ આપવામાં આવતી હોવાથી આવી સ્થિતિમાં માનસીક અસ્થિર દર્દીઓને જગાડીને સલામત સ્થળે ખસેડવાનું કામ પણ અઘરૃ બન્યુ હતું. જો કે કોઇ પણ દર્દી આ આગમાં દાઝ્યો નહી હોવાનો દાવો હોસ્પિટલ તંત્ર કરી રહ્યું છે.

 

(5:24 pm IST)