Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

મોડાસા નગરપાલિકા દ્વારા 8 કરોડનો ટેક્ષ વસુલ કરવા ઝુંબેશ હાથ ધરાઈ: 50થી વધુને નોટિસ ફટકારાઇ

મોડાસા:નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષના ટેક્ષ સહિત પાછલા વર્ષોનો બાકી રૃ.૨.૮ ૦ કરોડનો ટેક્ષ અંકે કરવા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે.તાજેતરમા રીઢા ૫૦ થી વધુ બાકીદારોને નોટીસ ફટકારાઈ હતી.જયારે ૩૦થી વધુ નળ જોડાણો કાપી નાખી હાથ ધરાયેલી વેરા વસૂલાત અભિયાન હેઠળ ચાલુ વર્ષના કુલ રૃ.૪.૧૪ કરોડના માંગણા સામે ૭૦ ટકા ટેક્ષ અંકે કરવામાં વસુલાત વિભાગને સફળતા સાંપડી હતી. અરવલ્લી જિલ્લાનું વડુમથક મોડાસા નગર આશરે ૧૪.૨ ચોરસ કીમી વિસ્તારમાં વિસ્તરેલું છે.નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ૧૩૯૨૧ રહેણાંક,૫૭૬૧ વાણિજય મિલક્તો સાથે ૬૭૯૯ ખુલ્લા પ્લોટ આવેલ છે.આ મિલક્તો સામે નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માં રૃ.૪,૧૪,૮૧,૩૦૪ નો ટેક્ષ ઉધારાયો હતો.અને પાછલા વર્ષની રૃ.૨,૮૦,૨૯,૫૯૭ ની બાકી રકમ સહિત કુલ રૃ.૬.૯૫ કરોડ કુલ વસુલવા ટેક્ષ વિભાગ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ હતી.

(5:24 pm IST)