Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સુરતના બમરોલીમાં કારખાનાની તિજોરીમાં રાખેલ કારીગરના પગારના પૈસા ચોરી તસ્કરો રફુચક્કર : સીસીટીવીના આધારે તપાસ શરૂ

સુરત:બમરોલી રોડ આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં લુમ્સનું કારખાનું ધરાવતા વેસુના કારખાનેદારે કારીગરોના પગાર માટે પોતાની ઓફિસમાં રાખેલા રોકડા રૂ.5.25 લાખ ગત ગુરૂવારની રાત્રિ દરમિયાન તસ્કરો ઓફિસનું તાળું તોડી ટેબલના ખાનામાંથી ચોરી ગયા હતા. રાત્રે કારખાનામાં કારીગરો કામ કરતા હતા તે સમયે જ બનેલી ચોરીની ઘટનામાં તસ્કરો સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઈ જતાં ચોરી કોઈ જાણભેદુએ કર્યાની આશંકાને આધારે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ ભગવાન મહાવીર કોલેજની પાછળ પુણ્યભૂમિ રેસીડન્સી ફ્લેટ નંબર એફ/803,804 માં રહેતા 41 વર્ષીય ચિન્ટુ ઉર્ફે આકાશ સોમનાથ ચુગ બમરોલી રોડ આશીર્વાદ ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી વિભાગ-1 પ્લોટ નંબર 29, 30,31 માં એપલ આર્ટના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે. તેમના કારખાનામાં વીસ થી બાવીસ કારીગરો કામ કરે છે.

(5:21 pm IST)