Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સુરતના ડિંડોલીમાં અગાઉ બાઇકે બાળકીને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

સુરત:પાંચ દિવસ અગાઉ ડિંડોલીમાં બાઇકને ટક્કર મારતા ઇજા પામેલી બાળકીનું સારવાર દરમિયાન આજે સવારે મોત નીપજ્યું હતુ.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડિંડોલી વિસ્તારમાં ગાયત્રીનગરમાં રહેતા સાહેબ લાલ ગુપ્તાની ચાર વર્ષીય પુત્રી પ્રિયા ગઈ તારીખ 4થી સાંજે ઘર પાસે મહાશિવરાત્રિની મંદિરમાં ચાલતી પૂજા પાર્થ ઉભા રહીને જોતી હતી ત્યારે મોટરસાયકલ ચાલકે બાળકીને ટક્કર મારતા ઈજા થઈ હતી. જેથી તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. 

બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

 

(5:21 pm IST)