Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

લુણાવાડાની આદર્શ વિધાલયમાં માત્ર એક જ પરિક્ષાર્થી માટે 18 પોલીસ સહિત ૨૪ કર્મીઓ ફરજ ઉપર તૈનાત !

 

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક પરીક્ષા સેન્ટર એવું છે જ્યાં ફક્ત એકજ પરિક્ષાર્થી પરીક્ષા આપતો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો પરિક્ષાર્થી પણ સરકાર નો આભાર માને છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલી આદર્શ વિદ્યાલયમાં જુના કોર્ષ ની બારમાં ધોરણની સામન્ય પ્રવાહ નું પરીક્ષા કેન્દ્ર છે. સ્કૂલની અઢાર પોલીસ જવાનો તૈનાત છે  પાંચ માળ ની બિલ્ડીંગમાં પાંત્રીસ જેટલા રૂમ છે પરંતુ અહીં એકજ રૂમ ના બ્લોક નંબર પાંત્રીસ માં ફક્ત બે પરિક્ષાર્થી ના બેઠક નંબર છે.

સમગ્ર સ્કૂલ કેમ્પસ માં ફક્ત બેજ પરિક્ષાર્થીઓને ધોરણ બાર સામાન્ય પ્રવાહના જુના કોર્ષનું ઇતિહાસનું પેપર આપવા માટેની બેઠક વ્યવસ્થા આ સ્કૂલમાં કરવામાં આવી છે. જેમાં એક પરિક્ષાર્થી ગેરહાજર છે અને એક જ મહિલા પરિક્ષાર્થી પરીક્ષા આપવા માટે આવેલ છે. વહીવટી તંત્ર દ્વારા એક પરિક્ષાર્થી માટે પણ સરકારી નોમ્સ મુજબ  વ્યવસ્થા કરવમાં આવી છે. એક પરિક્ષાર્થી માટે સ્કૂલની બહાર કડક પોલીસ બંદોબસ્ત માટે અઢાર પોલીસ જવાન તેમજ એક પરિક્ષાર્થી માટે બે સુપરવાઈઝર, એક બિલ્ડીંગ કંડકટર, એક સીસીટીવી કેમેરા ઓપરેટર અને બે પટાવાળા સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે

(12:45 am IST)