Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

બીટકોઈનના મોટું સ્કેન્ડલ ગોઠવાયું ;મારી પાસેથી 5 કરોડ પડાવ્યા:શૈલેષ ભટ્ટનો આક્ષેપ

-એલસીબીએ મારા અને કિરીટ પાડલિયાના વોલેટમાંથી 200 બીટકોઈન ટ્રાન્સફર કર્યા :ગ્રહમંત્રીને મળવા જતા કોટડીયાએ રોક્યા : સીબીઆઈ,કિરીટ પાડલીયા અને નલિન કોટડીયા સામે ગંભીર આક્ષેપો

 

સુરતઃ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર બીટકોઈન મામલે સુરતના વેપારીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે જેમાં બીટકોઈન મુદ્દે મોટું સ્કેન્ડલ ગોઢવીને સીબીઆઈ,કિરીટ પાડલીયા,એલસીબી અને નલિન કોટડીયા સામે ગંભીર આક્ષેપો કરાયા છે

 

  બિટકોઇન મામલે સુરતના વેપારી શૈલેષ ભટ્ટે સૌથી મોટો ખુલાસો કરતાસીબીઆઈ, કિરીટ પાલડિયા અને નલિન કોટડિયા પર આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, મારુ સ્કેન્ડલ ગોઢવી 5 કરોડ રૂપિયા પડાવ્યા છે. 2, 5 અને 8 તારીખે મારી પાસેથી રૂપિયા પડાવ્યા છે. 5 કરોડ રૂપિયા ચૂકવ્યાની યાદી મારી પાસે છે.

    શૈલેષ ભટ્ટે વધુમાં ચોંકાવનારી વાત કહેતા જણાવ્યું હતું કે અમરેલી LCB11 તારીખે મારૂ અપહરણ કર્યું હતું.  જે બાદ LCB પોલીસે મારા અને કિરીટ પાલડિયાના વોલેટમાંથી 200 બિટકોઈન ટ્રાન્સફર કર્યા. જે બાદ પોલીસે મને મોડી સાંજે છોડી મૂક્યો હતો. છૂટકારો થયાના બીજા દિવસે કિરીટ પાલડિયાએ કોટડિયાને બોલવ્યા હતા.અને છૂટકારો થયાના બીજા દિવસે જ્યારે અમે ગૃહમંત્રીને મળવા જઈ રહ્યા હતા ત્યારે નલિન કોટડિયાએ જવા દીધા ન હતા. PIને રૂપિયા આપવા માટે દબાણ કર્યું હતું. રૂપિયા ન આપવા પર ગુનો દાખલ થવાની ધમકી આપી હતી.
   પીઆઇને સમર્થન કરી કોટડિયાએ રૂપિયા આપવા દબાણ કર્યું હતું. 16-17 તારીખે દિલીપભાઈ સમાધાન માટે અનંત પટેલને મળવા ગયા હતા.ફરી 12 કરોડની કરાઈ માગણી હતી. 78 લાખ રૂપિયા ફરી સમાધાન માટે મોકલ્યા હતા તેમ વી ટીવી ચેનલ સમક્ષ જણાવ્યું હતું 
 
અંતે કંટાળીને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. ગૃહમંત્રી સમક્ષ શૈલેષ ભટ્ટે પોતાની આપવિતી કહી હતી. ગૃહમંત્રીએ કહ્યું પોલીસે કાયદેસર લૂંટ કરી છે. CID ક્રાઈમના આશિશ ભાટીયાને તપાસ સોંપાઈ હતી.

(1:38 am IST)