Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

પાટનગર યોજનાના વિકાસ માટે ૨૫૪ કરોડ ખર્ચ કરાશે

પાટનગર ગાંધીનગરની કાયાપલટ કરવા તૈયારીઃ સરકારી કર્મચારીઓ માટે બી કેટેગરીના ૨૮૦ તથા સી કેટેગરીના આવાસ માટે ૧૪૯ કરોડ : રેલવે અન્ડરબ્રિજ

અમદાવાદ,તા.૯ : રાજયના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના હાર્દસમાં પાટનગર ગાંધીનગરની કાયાપલટ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ વર્ષના અંદાજપત્રમાં પાટનગર યોજનાના વિવિધ વિકાસકામો માટે ૨૫૪.૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં બી કેટેગરીના ૨૮૦ તથા સી કેટેગરીના ૨૮૦ આવાસોનું ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આજે વિધાનસભા ખાતે ગુજરાત પાટનગર બાંધકામ યોજનાના અંદાજપત્રીય માંગણીઓ પર બોલતાં માર્ગ-મકાન મંત્રી પટેલે ઉમેર્યું કે, આ વર્ષના અંદાજપત્રમાં પાટનગરના વિકાસ માટે જોગવાઈ કરી છે. તેમાં સેક્ટર-૧૯ના જીમાખાનાના પુનઃવિકાસ માટે ૧૫.૬૪ કરોડની જોગવાઈ કરાઈ છે તેમજ કર્મયોગી ભવન ખાતે નવા બે બ્લોક નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. સાથે સાથે ગાંધીનગર ખાતે વિવિધ સેકટરોમાં ચ કક્ષાના આવાસોના બાંધકામ માટે ૮૨ કરોડની યોજના માટે આ વર્ષે પાંચ કરોડની જોગવાઈ ક અને ખ રોડને જોડતા રસ્તા પર રાજ્ય સરકાર તથા રેલવે વિભાગ દ્વારા ૫૦: ૫૦ ટકાના ધોરણે રેલવે બ્રીજની ૩૦ કરોડની યોજના છે. તે માટે ૧૫ કરોડની જોગવાઈ અને ગાંધીનગર ખાતે જુના સચિવાલય ડૉ.જીવરાજ મહેતા ભવનના રી-ડેવલપમેન્ટ અને નવા બહુમાળી મકાનના બાંધકામ માટે ૫૦ કરોડની યોજના હેઠળ ૧૭.૫૦ કરોડની જોગવાઈ આ બજેટમાં કરાઈ છે.

તેમણે ઉમેર્યું કે, ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં ૬૫ કરોડના ખર્ચે બંધાઈ રહેલા બી અને સી કેટેગરીના ૩૯૨ આવાસોના કામો પ્રગતિ હેઠળ છે તથા સેક્ટર-૨૧ ખાતે ૨૫ કરોડના ખર્ચે ક્રિકેટ મેદાન સુધારણાનું કામ પણ પ્રગતિ હેઠળ છે. અન્ને ઉલ્લેખનીય છે કે, ગુજરાતના લોકશાહીનું મંદિર એવા ગુજરાત વિધાનસભાના મકાનનું ૧૩૫ કરોડના ખર્ચે આધુનિકરણનું કામ પૂર્ણ કરાયું છે. તેમજ સરકારી કર્મચારીઓ માટે આધુનિક ડિઝાઇન વાળા સગવડતા યુક્ત અને બહુમાળી ટાવરના રૂપમાં બી કક્ષાના ૪૪૮ કવાટર્સનું ૬૭.૪૮ કરોડના ખર્ચેતેમજ શ્યામજી કૃષ્ણ વર્મા પાર્ક ખાતે ૫૩.૨૭ કરોડના ખર્ચેસી કક્ષાના ૨૮૦ કવાર્ટસનાનિર્માણના કામો પૂર્ણ કરાયા છે. 

(10:11 pm IST)