Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સરકારી કાર્યક્રમોમાં દોડવાયેલ એસ.ટી.બસનુ ભાડુ હજુ સુધી ચુકવાયુ નથી

એસટી બસના મહત્તમ ઉપયોગ અને ખર્ચ અંગે ચોંકાવનારો ખુલાસો

રાજ્ય સરકારના કાર્યક્રમમાં એસટી બસોના મહત્તમ ઉપયોગ અને ખર્ચને લઈને ખુલાસો થયો છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન સરકારી કાર્યક્રમમાં 47 હજાર 41 બસો દોડાવવામાં આવી. પરંતુ હજુ ભાડાની પૂરી રકમ ચૂકવવામાં આવી નથી. બે વર્ષમાં 33 જિલ્લાની 22 કરોડ 78 લાખ રૂપિયા જેટલી ભાડાની રકમ સરકારે એસટી નિગમને ચુકવી નથી. બે વર્ષ દરમિયાન સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી ૫,૪૧૩ એસટી બસો સરકારી કાર્યક્રમોમાં દોડાવાઈ છે. તો ભરૂચમાંથી બે વર્ષમાં ૫,૩૧૮ અને વડોદરામાંથી ૪,૩૩૫ બસો દોડાવાઈ છે.

(8:24 pm IST)