Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અરવલ્લી જીલ્લા પંચાયતના ઉદ્ઘાટન સમારંભના બેનરમાંથી પ્રમુખનો ફોટો જ ગાયબ

જિલ્લા પંયાયતના નવીન મકાનના ઉદ્ઘાટનમાં બેનરમાં પ્રમુખનો ફોટો ગાયબ થતાં વિવાદ

નવા જિલ્લા પંચાયતના નવા મકાનના ઉદ્ઘાટનમાં મોટી ભૂલ થઇ હોવાનું સામે આવ્યું હતુ. જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર પારઘીનો ફોટો બેનરમાંથી ગાયબ થયો હતો. કોંગ્રેસના જિલ્લા પંચાયત પ્રમુખે જાહેરમાં વહીવટીતંત્રની ઝાટકણી કાઢી હતી. પ્રધાન જયદ્રથસિંહ પરમાર અને રમણ પાટકરની હાજરીમાં ઝાટકણી કાઢી હતી. જાહેરમંચ પરથી વહીવટી તંત્ર દ્વારા કરતા ભેદભાવ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી.

(8:18 pm IST)