Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભુજના પૂર્વ ક્લેકટર પ્રદીપ શર્માની અપ્રમાણસર મિલ્કતો સબબ જેલમાંથી કરાઇ ધરપકડઃ ACBએ કરી કાર્યવાહી

અમદાવાદઃ ભુજમાં ક્લેકટરપદે ફરજ બજાવી ગયેલા પ્રદીપ શર્મા ઉપર જે-તે વખતે ૪ કંપનીઓને ફાયદો કરાવી સસ્‍તા ભાવે જમીન આપી દીધાના આરોપ લાગ્યો હતો. તેઓની ACB જેલમાંથી ધરપકડ કરી છે. અપ્રમાણસર મિલ્‍કત બાબતે આ કાર્યવાહી થયાની અટકળો લગાવાઇ રહી છે.

આ ધરપકડના કારણે ગુજરાત હાઈકોર્ટનાં આદેશનો પણ અનાદર થયો છે કારણ કે ગઇકાલે જ હાઈકોર્ટે પ્રદીપ શર્માને જામીન આપ્યા છે.

હાઇકોર્ટે EDનાં મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી સાબરમતી જેલમાં રહેલા પ્રદીપ શર્માને  જામીન આપ્યા હતા. પ્રદીપ શર્મા પર અલગ અલગ 8 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે જે તમામ કેસમાં શર્માને જામીન મળ્યા છે.

ગુજરાતમાં ન્યાયિક અને ક્રાઈમની આ પ્રકારની આ પ્રથમ ઘટના છે કે જેમાં જામીન આપવામાં આવ્યા હોવા છતાં ધરપકડ કરવામાં આવી હોય.

નોંધનીય છે કે પ્રદીપ શર્મા ભૂજ કલેક્ટર હતા ત્યારે 4 કંપનીઓને ફાયદો કરાવી સસ્તા ભાવે જમીન પધરાવી દીધાનો તેમના પર આરોપ લાગ્યો હતો. જેમના કારણે સરકારની તીજોરીને નુકસાન થયું હતુ. એ સીવાય તેઓએ આ કંપનીમાં તેમની પત્નીને પણ ભાગીદાર બનાવી હતી. અને વિદેશમાં રહેતી પત્નીનાં ખાતામાં લાખોની રકમ જમાં કરાવી હતી.

(4:55 pm IST)