Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ખાણ ખનિજમાં હરરાજી પ્રક્રિયા સરળ લીઝની મુદત ર૦૩૦ અને ૩પ સુધીની

ખાનગી જમીનમાં પણ મહત્તમ વિકાસ માટે સરકારનો સુધારો

ગાંધીનગર તા. ૯ :.. ખાણ ખનિજ મંત્રી સૌરભ પટેલે આજે વિધાનસભામાં કુદરતી સંપતિ (ખાણ ખનિજ) ની ફાળવણી માટેની જાહેર હરરાજી પધ્ધતિમાં સરળતા લાવવાનું જાહેર કર્યુ હતું. વ્યવસ્થા ઝડપી અને સરળ બનાવવાનો પ્રયાસ હોવાનું તેમનું કહેવું છે.

મંત્રીશ્રીએ ગૃહમાં જણાવેલ કે આથી, ઇ-ઓકશન સંબંધિત નવી જોગવાઇઓ વધુ સરળતાથી તેમજ અસરકારક રીતે લાગુ થઇ શકે તેમજ સંબંધિત ખનિજ વિકાસમાં સંકળાયેલ વ્યકિત-ઉદ્યોગ સાહસિકોની બહોળા પ્રમાણમાં હિસ્સેદારી બને તે માટે ગુજરાત ગૌણ ખનિજ છૂટછાટ નિયમો, ર૦૧૭ માં નીચે મુજબના સુધારા સુચવેલ છે.

ઓકશન પ્રક્રિયામાં નાણાંકીય જોગવાઇઓ જેવી કે, નેટ વર્થ અપફ્રેટ પેમેન્ટ, પર્ફોર્મન્સ સીકયોરીટી વિગેરે હળવા કરેલ.

ખાનગી જમીન માલિકને અગ્રતા આપી તેના હિતનું યોગ્ય રીતે રક્ષણ થાય તે ધ્યાને રાખી ખાનગી જમીનમાં પણ મહત્તમ વિકાસ થાય તે મુજબ સુધારો કરેલ છે હયાત લીઝોની મુદત ર૦ર૦ ને વધારી ર૦રર તથા ર૦રપ ને વધારી ર૦૩૦ - ર૦૩પ સુચવેલ છે.

કવોરી પરમીટની મંજૂરી અંગે સત્તાના વિકેન્દ્રીકરણના ભાગ રૂપે  અરજદારોને પરમીટ મંજૂરીમાં સરળતા રહેશે તેમજ વહીવટ ઝડપી અને સરળ રીતે ચાલે તે માટે જોગવાઇ સુચવેલ છે.

સમગ્રપણે ઇ-ઓકશન પ્રક્રિયા સરળ અને અસરકારક બને, હયાત લીઝ ધારકોના હીત સચવાય તેમજ ઓકશન પ્રક્રિયામાં જાહેર જનતા તેમજ ઉદ્યોગ સાહસિકોની મહત્તમ હિસ્સેદારી થઇ શકે તેવા આશયથી નિયમોમાં ઉપરોકત સુચવ્યા મુજબના જરૂરી ફેરફાર-સુધારા કરવા આવશ્યક છે.

(11:45 am IST)