Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

દુઃખદ હકીકતઃ ગુજરાતમાંથી દરરોજ ૧૮ મહિલાઓ ગુમ થઇ રહી છેઃ સૌથી વધુ અમદાવાદમાંથી મહિલાઓ ગુમ થાય છેઃ છેલ્લા બે વર્ષમાં ૧૩પ૭૪ મહિલાઓ ગુમ થયેલ, જેમાંથી ૧૦૪૭૯ મહિલાઓ પરત મળી ગયેલઃ વિધાનસભામાં રજૂ થયા ચોંકાવનારા આંકડાઓ

દુઃખદ હકીકતઃ ગુજરાતમાંથી દરરોજ ૧૮ મહિલાઓ ગુમ થઇ રહી છેઃ સૌથી વધુ અમદાવાદમાંથી મહિલાઓ ગુમ થાય છેઃ છેલ્લા બે વર્ષમાં ૧૩પ૭૪ મહિલાઓ ગુમ થયેલ, જેમાંથી ૧૦૪૭૯ મહિલાઓ પરત મળી ગયેલઃ વિધાનસભામાં રજૂ થયા ચોંકાવનારા આંકડાઓ

ગાંધીનગરઃ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાનું અવારનવાર કહેવામાં આવે છે. ત્‍યારે વિધાનસભામાં રજુ થયેલ મહિલાઓ ગુમ થવાના આંકડાઓ દુઃખદ હકીકત વર્ણવે છે. કેમ કે, આ આંકડાઓ મુજબ રાજ્યમાંથી દરરોજની ૧૮ મહિલાઓ ગુમ થઇ રહી છે.

પાછલા બે વર્ષમાં 13,574 મહિલાઓ રાજ્યમાં ગુમ થઈ છે. જોકે આમાંથી 10,479 મહિલાઓ પાછી આવી ગઈ છે અથવા શોધી કાઢવામાં આવી છે. પરંતુ આ આંકડો ખરેખર ચિંતાજનક છે. વિધનસભામાં રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર, અમદાવાદમાંથી સૌથી વધારે મહિલાઓ ગુમ થઈ છે, આ આંકડો(2908) છે, ત્યારપછી સુરત(2626), રાજકોટ(1177), મેહસાણા(873), વડોદરા(858), ગાંધીનગર(630), આણંદ(559), કચ્છ(387) છે.

અમદાવાદ શહેરમાં 2016માં 1119 મહિલાઓ ગુમ થઈ હતી, જે આંકડો 2017માં વધીને 1507 થયો છે. અમદાવાદ ગ્રામીણની વાત કરીએ તો, 2016માં આંકડો 136 હતો, જે 2017માં વધીને 146 થયો છે. પાછલા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાંથી ગુમ થયેલી 3538 મહિલાઓમાંથી માત્ર 2772 મહિલાઓ પાછી આવી છે.

આ રીતે મહિલાઓના ગુમ થવાના કારણો વિષે વીમેન્સ રાઈટ્સ લૉયર મીના જગતાપ કહે છે કે, મહિલાઓ માટે પોતાની ઈચ્છા અનુસાર જીવન પસાર કરવું ઘણું મુશ્કેલ છે. પ્રેમસંબંધ, લગ્ન, અભ્યાસ, કરિયર દરેક બાબતે મહિલાએ સ્ટ્રગલ કરવું પડે છે. પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કરિયર અને એજ્યુકેશ બાબતે પણ સપોર્ટ મેળવવો ઘણો મુશ્કેલ હોય છે. અત્યારે ઘણી મહિલાઓ સ્વતંત્ર રીતે જીવન પસાર કરવા ઘર છોડીને જતી રહેતી હોય છે, જ્યારે અમુક હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બનતી હોય છે.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, ગ્રામીણ અને નાના શહેરોમાં મહિલાઓને ભારણ માનવામાં આવે છે, જેના કારણે ઘણી મહિલાઓ ઘર છોડીને જતી રહેતી હોય છે. ઘણી યુવતીઓને પૈસા માટે પરણાવી દેવામાં આવે છે. ગુજરાતમાં સ્ત્રી-પુરુષના રેશિયોમાં જે અસમાનતા છે તેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. અને ઓટોમોબાઈલ તેમજ મોબાઈલ ક્રાંતિને કારણે પહેલાની સરખામણીમાં ઘરેથી નીકળી જવું વધારે સરળ બની ગયું છે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સરકાર પર પ્રહાર કરતાં કહે છે કે, આ સરકાર મહિલા સંમેલનનું આયોજન કરવામાં અને નવા નવા સૂત્રો આપવામાં માને છે, પરંતુ મહિલાઓની સુરક્ષા પુરી પાડવામાં નહીં. ગૃહમંત્રી આ વિષય પર જણાવે છે કે, સરકાર ગુમ થયેલી મહિલાઓની ડીટેલ્સ દૂરદર્શન અને લોકલ ચેનલ્સ પર પબ્લિશ કરે છે. આ સિવાય દરેક જિલ્લામાં આ મહિલાઓની ડીટેલ્સ મોકલવામાં આવે છે. આ સિવાય મહિલાઓને શોધવા માટે પોસ્ટર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

(5:34 pm IST)
  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST