Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ડેનીમ બ્રાન્ડ કિલરે 'ગોવા કિરલ'નામ આપી બોકસ ક્રિકેટ લીગ ફેન્ચાઈઝ હસીગત કરી

અમદાવાદઃ ડેનીમ બ્રાન્ડ 'કિલર' કે જે ભારતના સૌથી વિશાળ ફેશન હાઉસીસમાંના એક કિરન કલોથિંગ લિ.ની બ્રાન્ડ છે તેણે બોકસ ક્રિકેટ લીગ ટીમ ફ્રેન્ચાઈઝ પ્રાપ્ત કરી છે અને તેને 'ગોવા કિલર'નામ આપ્યું છે. વૈશ્વિક ક્રિકેટ અને મનોરંજનના સમન્વય સાથે ગોવા કિલર બોકસ ક્રિકેટ લીગ (બીસીએલ)ની અન્ય ટીમો સાથે સ્પર્ધામાં ઉતરશે. ગોવા કિલર સૌથી વધુ મનોરંજન ટીમ આ સિઝનમાં બની રહેશે. જેમાં પૂર્વ બિગ બોસ સ્પર્ધકો રાખી સાવંત, ઢીંચક પૂજા, લવ બર્ડ્સ કાલરા અને પુનીષ શર્મા સામેલ છે. ટીમનું નેતૃત્વ રજનીશ દુગ્ગલ કેપ્ટન તરીકે કરશે.

કિલર તેના પ્રશંસકોને ગોવા કિલર સેલિબ્રિટી ટીમને મળવાની અને શુભેચ્છાઓ આપવાની તક આપશે. જેમાં રૂ.૨૯૯૯ની ખરીદી પર કિલરના પ્રશંસકો કોન્ટેસ્ટમાં સામેલ થઈ શકશે અને તેમના ગોવા કિલરના મનપસંદ સેલિબ્રિટી ખેલાડીઓને મળવાની તક મેળવી શકશે. બોકસ ક્રિકેટ લીગની સિઝન ૩નું પ્રસારણ એમટીવી પર ૨૬ ફેબ્રુઆરી સોમવારથી ગુરૂવાર રાત્રે ૮ થી ૧૦ દરમિયાન થશે. વિતેલા સમયની પ્રખ્યાત એકટ્રેસ ઉર્મિલા માતોંડકર ગોવા કિલર ટીમને સમર્થન આપવા માટે ઉપસ્થિત રહેશે.

(4:00 pm IST)
  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST