Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મુંબઇ હાઈકોર્ટે કહ્યું -મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો અને જાહેર હિતમાં છે

કોર્ટે ગોદરેજ એન્ડ બોયસ કંપની દ્વારા દાખલ કરાયેલ અરજીને ફગાવી દીધી

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન યોજનામાં 100 ટકા જમીન સંપાદન કરવાનો રસ્તો સાફ થયો છે. જેમાં મુંબઇ હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો અને જાહેર હિતમાં છે. કોર્ટે આમ કહીને ગોદરેજ એન્ડ બોયસ કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ એમએમ સાથયેની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ તેના પ્રકારમાં અનોખો છે અને તેનું પૂર્ણ થવું એ ખાનગી હિતોની ઉપર સામૂહિક હિતોની જીત હશે.

આ સમગ્ર પ્રોજેક્ટની વાત કરીએ તો મુંબઈ અને અમદાવાદ વચ્ચેના કુલ 508.17 કિલોમીટરના રેલ ટ્રેકમાંથી લગભગ 21 કિલોમીટરને ભૂગર્ભ બનાવવાની યોજના છે. ભૂગર્ભ ટનલનો એક પ્રવેશ બિંદુ વિક્રોલી (ગોદરેજની માલિકીની) ની જમીન પર પડે છે. રાજ્ય સરકાર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ દાવો કર્યો હતો કે કંપની જાહેર મહત્વના સમગ્ર પ્રોજેક્ટમાં વિલંબ કરી રહી છે.

 

અધિકારીઓએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે વિક્રોલી વિસ્તારમાં ગોદરેજ અને બોયસ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડની માલિકીની જમીન સિવાય મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સમગ્ર લાઇનના સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મુંબઈના વિક્રોલી વિસ્તારમાં કંપનીની માલિકીની જમીનના સંપાદનને લઈને કંપની અને સરકાર 2023 થી કાનૂની વિવાદમાં છે.

હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે તેમને વળતર આપવામાં અથવા સત્તાવાળાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈ અયોગ્યતા જોવા મળી નથી. તેમણે કહ્યું, “આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો અને જનહિતમાં છે. અમને વળતરમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. તે સર્વશ્રેષ્ઠ સામૂહિક હિત છે જે પ્રવર્તશે વ્યક્તિગત હિત નહીં.

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનું  કામ પુર જોશથી  ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલય સમય સમય પર રેલવેની મહત્વપૂર્ણ યોજનાએ પર અપડેટ આપતી હોય છે. તેની સાથે જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે બુલેટ ટ્રેન માટે લોકોને હજુ કેટલી રાહ જોવી પડશે. રેલવે મંત્રાલય દ્વારા જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે 25 ચોરસ મીટરથી વધુ વાયાડક્ટ પુલ તૈયાર થઈ ગયો છે

(12:17 am IST)