Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ભુમલિયા ચેક પોસ્ટ પરથી ૨૫ હજારનાં દારૂ સાથે બે શખ્શોને ઝડપી પાડતી કેવડીયા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના કેવડિયાની ભૂમલિયા ચેક પોસ્ટ પાસેથી કેવડીયા પોલીસે અંગ્રેજી દારૂના મુદ્દામાલ સાથે બે શખ્શને પકડી પાડયા હતા

   મળતી વિગતો અનુસાર કેવડીયા પોલીસે ભુમલિયા ચેક પોસ્ટ પરથી (૧) રાહુલભાઇ અમરતભાઇ તડવી (૨) ઉમેશભાઇ બાબુભાઇ તડવી (બંને રહે.નઘાતપોર તા.ગરૂડેશ્વર જી.નર્મદા ) ને અંગ્રેજી દારૂના ક્વાટરીયા કી.રૂ.300 નો પ્રોહી મુદ્દામાલ તથા પોતાના કબ્જાની હોંડા કંપની સ્પ્લેન્ડર મો.સા જેનો રજી નં. GJ 06 CN 8250 જેની કી રૂ.૨૫,૦૦૦ મળી કુલે રૂ.૨૫,૩૦૦ના પ્રોહી મુદ્દામાલ સાથે મો.સા ઉપર ડબલ સવારીમાં વાહન ચેકીંગ દરમ્યાન મળી આવી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:06 pm IST)