Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ખાંભડા ગામે ડીઝલ એન્જીનમાં સાડી ફસાઈ જતા મહીલા ગંભીર : સારવાર દરમ્યાન મોત નીપજ્યું

ડીઝલ એન્જીનની ટાંકીમાં ડીઝલ નાંખતી વખતે સાડી એન્જીનમાં આવી જતા લીલાબેન એન્જીનના વ્હિલમાં ફસાઈ ગયેલા

ચીખલી: પાણી મુકવાનું બેઠક એન્જીનમાં ડીઝલ તપાસ કરવા જતાં એન્જીનના વ્હિલમાં લીલાબેનની સાડી આવી ગયા બાદ મહિલાનો હાથ આવી જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના ખાંભડા દેસાઈ ફળીયા ખાતે નહેર ઉપર ફરિયાદી શંકરભાઇ ભગુભાઇ ધો.પટેલ (ઉ.વ-૫૫) (રહે.ખાંભડા દેસાઈ ફળીયા તા.ચીખલી) તેમની પત્ની લીલાબેન શંકરભાઇ ધો.પટેલ (ઉ.વ-૫૩) સાથે ખેતરમાં પાણી મુકવાનું હોય જેથી પતિ-પત્ની રાત્રીના સમયે ગયા હતા.દરમ્યાન ડીઝલ એન્જીનની ટાંકીમાં ડીઝલ નાંખતી વખતે લીલાબેન પટેલની સાડી એન્જીનમાં આવી જતા અને લીલાબેન એન્જીનના વ્હિલમાં ફસાઈ જતા બંને હાથ તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતાં ૧૦૮ ની મદદે પ્રથમ સારવાર માટે ચીખલી રેફરલ હોસ્પિટલમાં બાદ વધુ સારવાર અર્થે આલીપોર અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરત ખસેડાતા લીલાબેન પટેલનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું

(10:45 pm IST)