Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

વાઘોડિયાના ધારાસભ્ય દ્વારા પત્રકારને ધમકી આપવાના વિરોધમાં વલસાડના પત્રકારોએ કલેકટર આર. આર .રાવલ તેમજ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાને આવેદનપત્ર પાઠવ્યું

પત્રકાર દિલીપ દેસાઈએ વાઘોડિયાના ધારાસભ્યને ચેલેન્જ આપી કે 'તેનામાં હિંમત હોય તો વલસાડ જિલ્લામાં આવીને જોવે કોઈ પત્રકાર સામે બોલી જોવે તેને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ ' તેવો લલકાર કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ગત રોજ તા. ૦૮.૦૨.૨૧ ના રોજ ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા રિજનલ ચેનલના પત્રકાર  અમિત ઠાકોર દ્વારા પૂછાયેલા પ્રશ્નથી ઉશ્કેરાઈ જઈ પત્રકારને “તને બતાવી દઈશ માણસને કહીને ઠોકાવી દઈશ” એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાના સમગ્ર પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે

 આજરોજ વલસાડના પત્રકારોએ વલસાડ જિલ્લા કલેકટર આર.આર. રાવલ અને ડીએસપી રાજદીપસિંહ ઝાલાને આવેદનપત્ર આપી ચોથી જાગીરને દબાણમાં લેવાનો પ્રયત્ન કરનારા ધારાસભ્ય સામે કડકમાં કડક પગલા લેવા માંગ કરી હતી. જેમાં હર્ષદ આહીર, અપૂર્વ પારેખ,  મુકેશ દેસાઈ, કાર્તિક બાવીસી, ગુલઝાર ખાન, ઉત્પલ દેસાઈ, બ્રિજેશ શાહ, પુણ્યપાલ શાહ,  મયુર જોષી, રવિ ખાચર, પીકે ઠાકુર, દિલીપ દેસાઈ, આઝાદ રાઠોડ, અક્ષય કદમ, પ્રિયંક પટેલ, તરુણ નાયકા સહિત મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ હાજર રહ્યાં હતાં.જ્યારે પત્રકાર

 પત્રકાર દિલીપ દેસાઈએ વાઘોડિયાના ધારાસભ્યને ચેલેન્જ આપી કે 'તેનામાં હિંમત હોય તો વલસાડ જિલ્લામાં આવીને જોવે કોઈ પત્રકાર સામે બોલી જોવે તેને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ ' તેવો લલકાર કર્યો હતો

(7:01 pm IST)