Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

વડોદરામાં 29 વર્ષીય યુવકે પ્રેમમાં નાસીપાસ થતા ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:પ્રેમમાં નાસીપાસ થઇને ૨૯ વર્ષના યુવકે અંતિમચિઠ્ઠી લખીને પોતાના ઘરે ફાંસો ખાઇને આપઘાત કરી  લીધો હતો.જે અંગે જેપી રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહારાષ્ટ્રના જલગાંવમાં રહેતો ૨૯ વર્ષનો સુનિલ યુવરાજભાઇ મોતીરાડે છેલ્લા પાંચ મહિનાથી વાસણા ભાયલી રોડ  પરના વુડાના મકાનમાં પોતાની ગર્લ ફ્રેન્ડ કલ્પના સાથે રહેતો હતો.સુનિલ ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતો હતો.ચોવીસ કલાકથી સુનિલ ઘરની બહાર નીકળ્યો હોય પાડોશીએ પોલીસને જાણ કરતા જેપી રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.દરવાજો તોડીને અંદર જોતા સુનિલે ફાંસો ખાઇ લીધો હતો.તેની લાશને નીચે ઉતારીને પોલીસે પી.એમ.માટે મોકલી આપી હતી.

પોલીસને સ્થળ પરથી સુનિલે આપઘાત કરતા પૂર્વે લખેલી છ લીટીની અંતિમચિઠ્ઠી મળી આવી છે.જે અનુસાર પ્રેમમાં હતાશ થઇને તેણે આપઘાત કર્યો  હોવાનુ જણાઇ આવે છે.તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વધુમાં,પોલીસે તેનો મોબાઇલ ફોન  પણ કબજે લીધો છે.જેની ચકાસણી હાથ ધરવામાં આવી છે.આપઘાત કરતા  પૂર્વે સુનિલે છેલ્લે કોની સાથે વાતચીત કરી હતી,કોને મેસેજ કર્યો હતો,તેની વિગતો  પોલીસ મેળવી રહી છે.

(5:09 pm IST)