Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

અમદાવાદમાં કોંગ્રેસે ૨૫ અને એઆઇએમઆઇએમના ૨૧ મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા : ભાજપે એક પણ નહી

અમદાવાદ : મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને પ્રચાર શરૂ થઇ ગયો છે. રાજકીય પક્ષોએ ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. અમદાવાદમાં કોંગ્રેસ ૨૫ મુસલમાન ઉમેદવારો ઉતાર્યા છે. જ્યારે ભાજપે એક પણ મુસ્લિમને ટીકીટ નથી આપી. ૨૦૧૫માં કોંગ્રેસના ૨૪ મુસલમાન ઉમેદવારોમાંથી ૨૦ જીત્યા હતા. આ વખતે ઔવેસીની પાર્ટીએ ૬ વોર્ડમાં ૨૧ ઉમેદવારોને ટીકીટ આપી છે. જેમાં બે મહિલાઓ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે. એઆઇએમઆઇએમએ જમાલપુર, ખાડીયા, બેહરામપુરા, ગોમતીપુર, દરિયાપુર અને મકતપુરાથી ઉમેદવારો ઉતાર્યા છે.

(4:08 pm IST)