Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

પ્રદેશ કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ સોનલબેન પટેલને તમામ હોદ્દા પરથી તગેડી મુકાયા?

સોશ્યલ મીડીયા અને પ્રિન્ટ મીડીયામાં બે ધારાસભ્યો વિરૂધ્ધ બેફામ વાણી વિલાસ-આક્ષેપોથી પક્ષની છબીને નુકશાન પહોંચાડયાના મુદ્દે કાર્યવાહીના ભણકારા

અમદાવાદ, તા., ૯: કોંગ્રેસમાં ટીકીટોની ફાળવણીના મુદ્દે ઉપરથી નીચે સુધી વિવાદો સર્જાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદની ઇન્ડીયા કોલોની વિસ્તારમાં મહિલા ટીકીટવાંચ્છુને બે ધારાસભ્યોના પ્રિતીપાત્ર હોવાને કારણે અને લાખ્ખોની લાંૅચ લઇને ટીકીટ ફાળવાયાના સોશ્યલ મીડીયા અને પ્રિન્ટ મીડીયામાં ખુલ્લેઆમ આક્ષેપ કરનાર પ્રદેશ મહીલા ઉપપ્રમુખ સોનલબેન પટેલ ઉપર હાઇકમાન્ડ દ્વારા તાકીદે પગલા લેવાના આદેશ થયા છે. સોનલબેન પટેલને તેમના તમામ હોદ પરથી તગેડી મુકવા કાર્યવાહી થઇ રહયાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળે છે.

સોનલબેન પટેલે અમદાવાદ કોર્પોરેશનની ચુંટણી માટે ટીકીટની માંગ કરી હતી. તેમને મેન્ડેટ મળી જશે તેવી સુચના પક્ષ તરફથી મળ્યા બાદ સમર્થકો સાથે કલેકટર ઓફીસે પહોંચ્યા પછી મેન્ડેટ નહી મળતા ભારે રોષે ભરાયા હતા. દરમિયાન અન્ય એક મહિલાને ટીકીટ ફાળવી દેવાતા શહેર પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિંમત પટેલ સામે બેફામ વાણીવિલાસ કરતો તેમનો વિડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયો હતો. આ અંગેના સમાચારો પણ અગ્રણી અખબારોમાં પ્રસિધ્ધ થયા હતા. આ મામલે પક્ષની છબીને ભારે નુકશાન પહોંચ્યાના મુદ્દે હાઇ કમાન્ડ દ્વારા તેમને પક્ષના તમામ મુદ્દા પરથી હટાવાઇ રહયાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળે છે.

(3:25 pm IST)