Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

સ્ટેટ GST દ્વારા રરાા કરોડની ટેક્ષચોરી સબબ મોરબીના સીરામીકના ૪ અને અમદાવાદ પાન-મસાલાના ૧ ની ધરપકડ

મોબાઇલનો ડેટા તપાસતા મોટુ કૌભાંડ નીકળી પડયું: અમદાવાદમાં પાન-મસાલાની બે એજન્સી ઉપર દરોડા : તમામને અમદાવાદ કોર્ટમાં રજુ કરાયાઃ બોગસ પેઢી બનાવી મોરબીના ૪ શખ્સોનું આપ્યા'તાઃ તેમને ત્યાં પણ દરોડા

રાજકોટ, તા., ૯:  સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગ કરનાર, કરચોરી કરનાર અને કરચોરીની નવી રીતરસમ અપનાવનાર વ્યકિતઓ અને સુત્રધારોને શોધી તેઓની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ પ્રકારની કરચોરી અને બોગસ બિલીંગથી મેળવવામાં આવેલ ગેરકાયદેસર વેરાશાખ થકી કરેલ કરચોરીની વસુલાત અંગે પણવિભાગની ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહેલ છે.

જે અન્વયે તાજેતરમાં વિભાગની મોબાઇલ સ્કવોડ દ્વારા સામખીયાળી ખાતે મોરબીથી રવાના થયેલ ટ્રક રોકી બીલ તથા માલ રવાનગીના પુરાવાની ચકાસણી કરતા પુરતા પુરાવા ન હોવાથી વાહનની અટકાયત કરેલ. પ્રાથમિક ચકાસણી દરમ્યાન જે પેઢીના નામે બીલ બનાવેલ તે પેઢી શંકાસ્પદ જણાઇ આવેલ તદઉપરાંત વિભાગને તે પણ જાણવા મળેલ કે આજ રીતે અગાઉ જુદી-જુદી તારીખોમાં સદર પેઢી દ્વારા રવાના કરેલ વાહનની અટકાયત કરવામાં આવેલ હતી. આ દરમિયાન સદર વાહન છોડાવવા માટે આવેલ અવિનાશભાઇ લક્ષ્મણભાઇ માકાસણાની પુછપરછ હાથ ધરાયેલ જેમાં તેમણે કે આ બોગસ પેઢીનું બિલ તેમને કિસન અધારા, ધવલ કુલતરીયા તથા ધ્રુવ વારનેશિયા નામના વ્યકિતઓએ આપેલ છે તેમ જણાવેલ. તેથી કિસન અધારાના સ્થળ પર તેમજ ધવલ ફુલતરીયાના સ્થળ પર સર્ચની કાર્યવાહી કરવામાં આવેલ. ત્યારબાદ કિશન અઘારા, ધ્રુવ વારનેશીયા, ધવલ કુલતરીયા અને અવિનાશ માકાસાણાની પુછપરછ કરવામાં આવેલ. જે દરમ્યાન તેઓના મોબાઇલની ફોરેન્સીક તપાસ કરતાં તેમના મોબાઇલના ડેટામાંથી દ્યણી બધી સંખ્યામાં આ ચારેય આરોપીઓ દ્વારા બીલ વગર માલ ગુજરાત અને ગુજરાત બહાર મોકલી કરચોરી કરવાનું મોટું કૌભાંડ વિભાગના ધ્યાને આવેલ. પ્રાથમિક દ્રષ્ટિએ આ ડેટાનો અભ્યાસ કરતાં જણાય આવેલ છે કે, આરોપીઓ દ્વારા ૧૩૦૫ વાહનોમાં સિરામીક ટાઇલ્સનો ગુજરાત, દિલ્લી, રાજસ્થાન, હરિયાણા, ઉત્ત્।ર પ્રદેશ તથા બીજા અન્ય રાજયોના વિવિધ સ્થળો પર મોરબી અને તેના આસપાસના વિસ્તારોમાં આવેલ સિરામીક ટાઇલ્સના મેન્યુફેકચરીંગ યુનિટસમાંથી બિન હિસાબી રીતે માલની સપ્લાય કરવામાં આવતી હતી જેની કુલ રકમ ૩૯.૮૯ કરોડ અને કરચોરીની સંડોવાયેલ રકમ રૂ ૭.૧૮ કરોડ થાય છે. આરોપીઓએ નિવેદનમાં પણ આ બાબતનો સ્વિકાર કરેલ કે તેઓએ બીલ વગર માલ રાજય બહાર મોકલવાની મોડસ ઓપરેન્ડીથી કરચોરીનું મોટુ કૌભાંડ આચરેલ છે. તેથી આ કરચોરીના વ્યવહારોની વધુ ઉડાણપૂર્વકની ચકાસણી માટે સદર ચારેય આરોપીઓની ગુજરાત જી.એસ.ટીઅધિનિયમની કલમ-૬૯ અન્વયે ધરપકડ કરવામાં આવેલ છે.

વધુમાં, તાજેતરમાં સુરત ખાતેની મોબાઇલ સ્કવોડ દ્વારા તાનસેન પાન મસાલા અને તમાકુ ભરેલા ત્રણ વાહનો ચકાસણી માટે અટકાવેલ હતા. સદર માલ અંગેના નિયમાનુસારના દસ્તાવેજો એટલે કે બીલ, ઇ-વે બીલ વગેરે રજુ થયેલ ન હતા. તેથી કરચોરીની શકયતાને આધારે તપાસ કરતા જાણવા મળેલ કે સદર માલ સામાન અંગેનું તમામ સંચાલન અમદાવાદ ખાતેથી થાય છે. તેથી વિભાગે અમદાવાદ ખાતેના સદર સ્થળો શોધી કાઢી તે સ્થળો ઉપર સર્ચની કાર્યવાહી કરવામાં આવેલ. સદર સ્થળે મે.નવકાર એન્ટરપ્રાઇઝ અને મે.નાકોડા એન્ડ કંપનીના નામે પાન મસાલા,ચા, માચિસ અને સાબુના પુનૅંવેચાણનો ધંધો ચાલતો હોવાનું જણાઇ આવેલ. તપાસ દરમ્યાન કાચી ચિઠ્ઠીઓ અને એસ્ટીમેટ મેમો મળી આવેલ. આ ઉપરાંત કોમ્પ્યુટરની ફોરેન્સીક ચકાસણીમાં પેઢીએ મેળવેલ રોકડ રકમની વિગતો પણ મળી આવેલ. આ વિગતોની પ્રાથમિક ચકાસણીમાં જણાઇ આવેલ કે મે.નાકોડા એન્ડ કંપની દ્વારા રૂ.૧૫.૩૧ કરોડની કરચોરી કરેલ છે. આ કરચોરીના વ્યવહારોની વધુ ઉંડાણપૂર્વકની ચકાસણી કરવા મે.નાકોડા એન્ડ કંપનીના માલિક અનંત જીનેશકુમાર શાહની ગુજરાત જી.એસ.ટી અધિનિયમની કલમ-૬૯ અન્વયે ધરપકડ કરવામાં આવેલ છે.

આમ ઉપરોકત વિગતેના ગુનાઓ સબબ નીચે દર્શાવ્યા મુજબના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

(3:23 pm IST)