Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

અમદાવાદની વિવિધ બેંકોમાં 6.70 લાખની નકલી નોટો ઘુસી ગઈ :ક્રાઈમ બ્રાન્ચની તપાસનો ધમધમાટ

શહેરની 12 જેટલી જુદી-જુદી બેંકોમાં જૂની અને નકલી ચલણી નોટો જમા: એક્સિસ બેંકમાં સૌથી વધુ

અમદાવાદ: શહેરની વિવિધ બેંકોમાં રૂપિયા 6.70 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જમા થઈ હોવાનો ખુલાસો થયો છે. હાલ આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે

   આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સરકાર તરફથી SOG ક્રાઈમ બ્રાન્ચને વિવિધ બેંકોમાં નકલી ચલણી નોટો જમા કરવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી. જેના આધારે તપાસ કરતાં અમદાવાદની 12 જેટલી જુદી-જુદી બેંકોમાં જૂની અને નકલી ચલણી નોટો જમા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેમાં એક્સિસ બેંકમાં 200,500,200,100 અને 50ના દરની કુલ 269 જેટલી નકલી નોટો જમા કરવામાં આવી હતી.

 આ સિવાય કોટક મહિન્દ્રા બેંકમાં 143 નકલી નોટો અને રદ્દ થયેલી જૂની 1000 અને 500ની 16-16 નોચો મળી આવી હતી. આજ રીતે DCB બેંકમાંથી 2000ના દરની 1, 200ની 2, 100ની 1 અને 50ના દરની 1 નકલી નોટ મળી આવી હતી. જ્યારે IDBI બેંકમાંથી 2000ના દરની 10 તથા 200ની 11, 100ની 42 અને 50ના દરની 5 નોટો મળી આવી હતી.

 આવી જ રીતે કાલુપુર કોમર્શિયલ બેંક અને HDFC બેંકમાં પણ વિવિધ દરની નકલી નોટો મળી આવી હતી. આમ કુલ મળીને પોલીસે 6,70,560 રૂપિયાની 1,526 નકલી અને રદ્દ થયેલી જૂની નોટો જપ્ત કરી છે.

(12:32 pm IST)