Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મોડેલ ડે સ્કુલના આચાર્ય વિરુધ્ધ એસીબીએ ગુન્હો દાખલ કર્યો:50 હજારની લાંચ માંગી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મોડેલ ડે સ્કુલના આચાર્યએ ભોજન કોન્ટ્રાક્ટનુ ટેન્ડર અપાવવાના/આપવાના અવેજ પેટે ધોરણ-11 ના વિધ્યાર્થીઓનુ જે બિલ થાય તે પોતાને સોંપી દેવાનુ જણાવી રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરતા એસીબીએ આચાર્ય વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..

  મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં આવેલ મોડેલ ડે સ્કુલના આચાર્ય કિશોરભાઈ ખેંગાર ભાઇ સોલંકી મૂળ રહેવાસી,કુણાવાડા ગામ, તા-હારીજ જી-પાટણ એ તેમની મોડેલ ડે સ્કુલ ડેડીયાપાડા ખાતે આચાર્યની ફરજ દરમ્યાન ભરતકુમાર મણીલાલ વણકર પાસે ભોજન કોન્ટ્રાક્ટનુ ટેન્ડર અપાવવાના/આપવાના અવેજ પેટે ધોરણ-11 ના વિધ્યાર્થીઓનુ જે બિલ થાય તે પોતાને સોંપી દેવાનુ જણાવી રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી અને કોન્ટ્રાક્ટ મળ્યા બાદ પણ દર માસે 50 વિધ્યાર્થીના રૂપિયા 50 હજાર થી 54 હજાર સુધીની રકમ આપવી પડશે તેવુ જણાવી, લાંચની માંગણી કરી હતી,

 જોકે ભરતકુમાર વણકરએ આ બાબતે આચાર્ય વિરુધ્ધ એસીબીમાં ફરિયાદના કરતા એસીબીએ મોડેલ ડે સ્કુલના આચાર્ય કિશોરભાઈ સોલંકી વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ બી.ડી.રાઠવા પીઆઈ, નમૅદા એસીબી પોલીસ સ્ટેશન રાજપીપલા નાઓ કરી રહ્યા છે.

(10:05 am IST)