Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

શામળાજી નેશનલ હાઇવે પર ફરી ટ્રાફિકજામ : બંને તરફ વાહનોની પાંચ કી,મી,લાંબી કતાર

પૂનમના દર્શનાર્થીઓને ટ્રાફિક જામને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

અરવલ્લીના શામળાજી નેશનલ હાઇવે પર વધુ એક વખત ટ્રાફિક જામ સર્જાયો છે. શામળાજી ઉદયપુર હાઇવે પર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. છ માર્ગીય લાઈનના કામકાજને લઇ ટ્રાફિક જામ સર્જાયો છે. બંને તરફ વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. પૂનમના દર્શનાર્થીઓને ટ્રાફિક જામને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

(8:15 pm IST)