Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ગુજરાતમાં લોકસભાના કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ

આણંદમાં ભરતસિંહ સોલંકી, વલસાડમાં કિશન પટેલ, વડોદરામાં પ્રશાંત પટેલ અને અમદાવાદ પૂર્વમાં હિમાંશુ પટેને ટિકિટ :ભાવનગરમાં કનુભાઈ કનુ કલસરિયાને લડાવાશે !

 

અમદાવાદ :લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ ગુજરાતમાં નેતાઓએ લોકસભા ચૂંટણીની ઉમેદવારીની દાવેદારી નોંધાવાની ચાલુ કરી છે ત્યારે સોશિયલ મીડિયા પર યાદીઓ પણ ફરી રહી છે, જેમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં કોને ટિકિટ આપશે, તે લખવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામે યાદી સોશિયલ મીડિયા પર ફરી રહી છે.

  યાદીમાં જે સીટ પર કોઇ એક ઉમેદવાર જે પ્રબળ દાવેદાર છે, તેનો ઉલ્લેખ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી યાદી મુજબ આણંદમાં ભરતસિંહ સોલંકીને ટિકિટ મળી શકે છે, જ્યારે વલસાડમાં કિશન પટેલ, વડોદરામાં પ્રશાંત પટેલ અને અમદાવાદ પૂર્વમાં હિમાંશુ પટેલને ટિકિટ મળી શકે છે. સિવાય અમદાવાદ પશ્ચિમમાં રાજુ પરમાર, બનાસકાંઠામાં દિનેશ ગઢવી, દાહોદમાં બાબુ કટારા અને ભાવનગરમાં કનુ કલસરિયાને ટિકિટ મળે તેવી યાદી વાયરલ થઇ છે.

(11:59 pm IST)