Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વડોદરાના પોરમાં નવીનગરીમાં ત્રણ મહિલા સહિત છ જુગારીઓ ઝડપાયા : ૫૪,૪૯૦નો મુદામાલ જપ્ત

મહિલાઓ તથા પુરૂષો ગોળ કુંડાળૂ વળી પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હતા

 

વડોદરાના પોર ગામની નવીનગરીમાંથી મહિલાઓ સહિત જુગારીઓને પોલીસે  જુગાર રમતા ઝડપી પાડી તમામ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 વરણામા પોલીસ મથકના ડી.સ્ટાફ યુનિસખાન પઠાણને  બાતમી મળી હતી કે પોર નવીનગરીમાં કેટલીક મહિલાઓ તથા પુરૂષો ગોળ કુંડાળૂ વળી પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે તે બાતમીને વાકેફ રાખી પોર નવી નગરીમાં પોલીસને સાથે રાખી રેડ કરતા બાતમીના આધારે પોલીસના માણસો ખાનગી વાહન બેસીને પોર નવીનગરીમાં છેલ્લી લાઇનમાં રેડ કરી હતી.

  પોલીસે જુગારિઓની કોર્ડન કરતા પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગી મચી ગઇ હતી. પોલીસે સ્થળ ઉપરથી પકડાઇ ગયેલ એક મહિલા અને અન્ય ત્રણ મહિલાઓ તથા ત્રણ પુરુષ એમ મળી કુલ ઈસમોની કુલ રૂપિયા ૫૪,૪૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા જુગારીઓમાં ભીખાભાઇ ઇબ્રાહિમ ભાઈ ધાચી(રહે. સરાર નવીનગરી.તા.જી.વડોદરા) ગુણવંતભાઈ ચતુરભાઇ પઢીયાર (રહે.મકાન નંબર.13 આશીસ સોસાયટી .2 પોર.તા.જી.વડોદરા) કાન્તિભાઈ ચતુરભાઇ વસાવા (રહે.પોર નવીનગરી છેલ્લું ફળિયું.તા.જી.વડોદરા) રમીલાબેન મંગળભાઈ વસાવા (રહે.પોર નવીનગરી છેલ્લું ફળિયું.પોર તા.જી.વડોદરા) સવિતા બેન ઉર્ફે ગુગીબેન મનહરભાઈ પટેલ (રહે.પોર નવીનગરી પાણીની ટાંકી પાસે તા.જી.વડોદરા) અને મણીબેન ભીખાભાઈ ઇસ્માઇલ ભાઈ મન્સૂરી (રહે.પોર નવીનગરી છેલ્લું ફળિયું તા.જી.વડોદરા) ઝડપી પાડવામાં આવ્યા હતા

(11:20 pm IST)