Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

મહિલા PSI લાંચમાં મળેલા એસીની સાથે રંગેહાથ પકડાયા

સરકારી અધિકારીઓને હવે મોંઘી ચીજોની લાંચ : મહિલા પીએસઆઇએ કુલ ૭૫ હજાર રૂપિયા લાંચ પેટે લીધા હતા : એસીબીએ ગુનો દાખલ કરી તપાસ આરંભી

અમદાવાદ,તા. ૯ : સામાન્ય રીતે સરકારી અધિકારીઓ નાગરિકોને પરેશાન નહીં કરવા અથવા તેમનું કામ સરળતાપુર્વક કરવા પેટે લાંચમાં રૂપિયા માગતા હોય છે, ઘણા અધિકારીઓ પૈસા ઉપરાંત વિવિધ વસ્તુઓની પણ માગણી કરતા હોય છે, આવી જ એક ઘટનામાં સાવરકુંડલાના મહિલા પોલીસ સઈન્સપેકટરે આરોપીપક્ષને પરેશાન નહીં કરવા બદલ તેઓની પાસેથી એરકંડીશનની માગણી કરી હતી. આ અંગે ગુજરાત એસીબીને મળેલી માહિતીને આધારે મહિલા પીએસઆઈએ પોતાના સરકારી કવાર્ટરમાં એસી મંગાવ્યુ તેની સાથે એસીબીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. સરકારી અધિકારીઓને હવે રોકડના બદલે મોંઘીદાટ ચીજવસ્તુઓ અપાતી હોઇ લાંચના આ નવા પ્રકારને લઇને પણ એસીબીએ કડક વલણ અપનાવ્યું છે અને ભ્રષ્ટ અધિકારીઓને સંકજામાં લેવાનો તખ્તો ગોઠવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વડા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષ્પ્રેરણનો એક ગુનો નોંધાયો હતો. આ કેસના આરોપીની અટકાયત નહીં કરવા તેમજ પરેશાન નહીં કરવા માટે મહિલા પોલીસ સબ ઈન્સપેકટર ચેતના કણસાગરાએ રૂપિયા ૭૫ હજાર રૂપિયા લાંચ પેટે લઈ લીધા હતા, પરંતુ ૭૫ હજાર લીધા બાદ પણ પીએસઆઈ કણસાગરાની માંગણીઓ વધી ગઈ હતી અને તેમણે મીતાશી કંપનીનું એરકંડીશન આપવાની આરોપીપક્ષ પાસે માંગણી કરી હતી. આમ આ કેસના આરોપી પીએસઆઈની માંગણીઓને કારણે કંટાળી તેમણે ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી હતી. એસીબીના અધિકારીઓ આ અંગે છટકાનું આયોજન કરતા આ કેસના આ ફરિયાદીએ દુકાનમાંથી રૂ.૨૭ હજાર ચુકવી એરકંડીશન ખરીદયુ હતું, એસી ખરીદયા પછી બીલ સાથે ફરિયાદી પંચની સાથે મહિલા પીએસઆઈના ત્રણ હત્યાને અંજામ આપનારો સિરિયયલ કિલરની શોધખોળસાવરકુંડલા પોલીસ લાઈનમાં એસી આપવા પહોંચ્યા, ત્યારે પીએસઆઈએ એસી સ્વીકારતા, એસીબીના અધિકારીઓએ મહિલા પીએસઆઈને ઝડપી લીધા હતા. લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ ૧૯૮૮ પ્રમાણે સરકારી કર્મચારી પોતાના પગાર ઉપરાંત કોઈની પાસેથી રોકડ અથવા તેના બદલામાં કોઈ વસ્તુની માગણી કરે તો તે પણ લાંચ ગણવામાં આવે છે. તેથી એસીબીએ તે મુજબનો ગુનો નોંધી મહિલા પીએસઆઇ વિરૂધ્ધ વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી.

 

(8:43 pm IST)