Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

નડિયાદ-મહેમદાવાદ રોડ પર ટ્રક-ટેન્કર વચ્ચે અથડામણ

આણંદ: નડિયાદ-મહેમદાવાદ રોડ ઉપરથી ગત તા. ૪-૨-૧૯ના રોજ ડમ્પર ટ્રક જઈ રહી હતી. ત્યારે પૂરઝડપે હંકારી ટેન્કર નં. જીજે-૦૭-ઝેડ-૮૩૮૦એ ડમ્પરની ઓવરટેક કરવા જતા ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. જેથી ટેન્કર ચાલકને ઈજા થઈ હતી. આ અકસ્માતના બનાવ અંગે પ્રદિપસિંહ મંગળભાઈ ગુજ્જર (રે. ઘાટલોડીયા, અમદાવાદ)ની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ટેન્કરચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:35 pm IST)