Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ખેડા તાલુકાના મલ્હારપુરામાં ખેતરમાં ડાંગરના પુળીયા વચ્ચે વિદેશી દારૂ છુપાવી વેચાણ

ખેડા: શહેર પોલીસને માહિતી મળી હતી કે ખેડા તાલુકાના મલ્હારપુરામાં રહેતાં સુરેશભાઈ ભીખાભાઈ સોલંકી પોતાના ખેતરમાં ડાંગરના પુળીયા વચ્ચે વિદેશી દારૂ છુપાવી તેનું વેચાણ કરે છે. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો.  પોલીસને ડાંગરના પુળીયા નીચે સંતાડી રાખેલી વિદેશી દારૂની ૧૬૮ બોટલો કે જેની કિંમત ૮૭,૬૦૦ની થવા જાય છે તે મળી આવી છે. પોલીસે સ્થળે પરથી ૬૦ હજારની કિંમતની એક સીએનજી રીક્ષા નં જીજે ૨૭ ડબલ્યુ ૪૮૬૦ પણ જપ્ત કરીને સુરેશભાઈ ભીખાભાઈ સોલંકી અને દસક્રોઈ તાલુકાના બારેજામાં રહેતાં કૌશિકભાઈ રમણભાઈ પરમારની ધરપકડ કરી હતી. બન્નેની પુછપરછ કરતાં અમદાવાદ સરખેજમાં રહેતાં સેન્પાભાઈ ઠાકોરનું નામ ખુલતાં પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.

(4:34 pm IST)