Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

હિંમતનગરમાં પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

સાબરકાંઠા:  જિલ્લા પોલીસ વડા દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કર્મચારીઓની બદલીઓ કરાઈ રહી છે ત્યારે તાજેતરમાં હિમંતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલે બદલીના મામલે લાગણીશીલ થઈ પોલીસ સ્ટેશનમાં આપઘાતનો પ્રયાસ કરવાની કોશિશ કરતા અન્ય કર્મચારીઓએ તેમને અટકાવી દઈ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જોકે આ અંગે પોલીસે કોઈ ફરીયાદ નોધી નથી. આ અંગે સુત્રોમાંથી મળતી માહીતી મુજબ મહીલા પોલીસ સ્ટેેશનમાં ફરજ બજાવતા એક મહીલા કોન્સ્ટેબલની બદલી થઈ હોવાની જાણ થતા આ મહીલા કોન્સ્ટેબલ નારાજ થઈ ગયા હતા. બુધવારે સાંજના સુમારે તેણીએ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે હાજર કર્મચારીઓને ખબર પડતા આ મહીલા કોન્સ્ટેબલને પકડી લીધા હતા. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા એલસીબી, એસઓજી તથા અન્ય વિભાગના વડાઓ મહીલા પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. દરમ્યાન ગુરૃવારે ખુદ જિલ્લા પોલીસ વડાએ મહીલા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને કર્મચારીઓનો વ્યકિતગત સંપર્ક કરી કેટલીક વિગતો જાણી લીધી હતી. ઉલ્ખનીય છે કે મહીલા પોલીસ સ્ટેશનમાં બનેલી આ ઘટના સંદર્ભે કોઈ સત્તાવાર પોલીસ ફરીયાદ નોધાઈ નથી.

(4:29 pm IST)