Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ગાંધીનગરમાં નિવૃત અધિકારી સાથે અડધા લાખની છેતરપિંડી

અમદાવાદ: ગાંધીનગર શહેરના સે-૧માં રહેતા નિવૃત અધિકારીને મોબાઈલ ઉપર બેન્ક ખાતાની વિગતો મોકલી રૂપિયા પ્રિમિયમમાં નહીં ભરાતાં ગઠીયાએ પોતાના અંગત ખાતામાં જમા કરાવી દીધા હતા. જેથી છેતરાયાનો અહેસાસ થતાં નિવૃત અધિકારીએ સે-૭ પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ આપી હતી. ગાંધીનગર શહેરના સે-૧ ખાતે રહેતા નિવૃત અધિકારીએ તેમના દિકરાના નામે વીમો લીધેલો હતો જેનું પ્રિમીયમ પ૦ હજાર જેટલું ચુકવવામાં આવતું હતું. ત્યારે દર વર્ષે ફેબુ્રઆરી માસમાં આ પ્રિમિયમ ચુકવવામાં આવતું હતું. દરમ્યાનમાં ગત તા.ર૧મી જાન્યુઆરીના રોજ આ નિવૃત અધિકારી ઉપર રાજેશ શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યોહતો અને જણાવ્યું હતું કે તાત્કાલિક પ્રિમિયમ ભરી દો નહીંતર તમારી પોલીસી બંધ થઈ જશે તેમ કહી આ ગઠીયા દ્વારા નિવૃત અધિકારીને મોબાઈલમાં મેસેજ કરવામાં આવ્યો હતો જેમાં પંજાબ નેશનલ બેંકનો એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો હતો અને આ ખાતા નંબરમાં પ્રિમીયમના પૈસા જમા કરાવવા જણાવ્યું હતું.જેથી નિવૃત અધિકારીએ આ ખાતામાં પ૦ રૂપિયા પ્રિમિયમ પેટે જમા કરાવી દીધા હતા. ત્યારબાદ આ સંદર્ભે તપાસ કરતાં તેમના પ્રિમિયમના પૈસા જમા થયા નથી અને આવું કોઈ ખાતું વીમા કંપનીનું છે જ નહીં તેમ જાણવા મળતાં નિવૃત અધિકારીને છેતરાયાનો અહેસાસ થતાં સે-૭ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરીહતી. 

(4:42 pm IST)