Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

બલીઠા ગામે ભગારના ગોડાઉનમાં આગ લગતા ભાગદોડ

વાપી:  બલીઠા ગામે આવેલા ભગારના ગોડાઉનમાં શુક્રવારે સવારે અચાનક આગ લાગ્યા બાદ અન્ય ત્રણ ગોડાઉનો પણ લપેટમાં આવી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઈટરના લાશ્કરોએ અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અગાઉ પણ આ વિસ્તારમાં અન્ય ગોડાઉનોમાં આગના બનાવો બન્યા હતા છતાં તંત્ર બેફિકર બન્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના બલીઠા ગામે આવેલા એક ભંગારના ગોડાઉનમાં શુક્રવારે સવારે અચાનક આગ સળગી ઉઠી હતી. જોત-જોતામાં આગે વિકારાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલા અન્ય ત્રણ ગોડાઉનો પણ આગની લપેટમાં આવી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે ગામલોકો દોડી ગયા હતા.વાપી પાલિકા, જીઆઈડીસી અને દમણ ફાયર વિભાગના બંબા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.લાશ્કરોએ પાણીનો મારો ચલાવી લગભગ અઢી કલાકમાં આગ કાબુમાં લીધી હતી. જોકે, આગ કયા કારણસર લાગી તે અંગે કોઈ કારણ બહાર આવી શકયું નથી. પરંતુ શોર્ટ સરકીટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અગાઉમાં પણ અન્ય ભંગારના ગોડાઉનમાં આગના બનાવો બન્યા હતા. તેમ છતાં તંત્ર દ્વારા આ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા ભંગારીયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે.

(4:28 pm IST)