Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સુરતમાં મુંબઈના પરિવારના સભ્યોએ દીક્ષા લીધી

સુરત: દીક્ષા નગરી સુરત ખાતે વધુ એક મુંબઇનો સહપરિવારે લીધી હતી. આ પ્રસંગને લઇને શનિવારે સવારે 8 વાગે દીક્ષા સમારોહ યોજાયો હતો. સુરતના કૈલાસનગર ખાતે દીક્ષા ગ્રહણ પ્રસંગ યોજાયો હતો. આચાર્ય ગુરુરત્નસુરીની ઉપસ્થિતીમાં દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકોએ હાજરી આપી હતી.મુંબઇના એક પરિવારમાં માતા-પિતા અને ભાઈ-બહેને સાથે દિક્ષા લીધી હતી. ભીવડીમાં રહેતા રાકેશભાઇ કોઠારીનાં પરિવારે સાથે દીક્ષા લેવાની સહેમતી દર્શાવી હતી. સૌ પ્રથમ વેપારીનાં પત્નીએ દિક્ષા લેવાની વાત કરી હતી. ત્યાર બાદ પતિ, પુત્ર અને પુત્રીએ દિક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરી અને હવે આખો પરિવાર એક સાથે દિક્ષા લઇ રહ્યો છે. દીક્ષા સમારોહ યોજાયા બાદ રાકેશ ભાઈ કોઠારીને નવું નામ આપવામાં આવ્યું હતું, જેમનું નવું નામ ચિન્મય રતન વિજય મહારાજ છે, જ્યારે તેમના પુત્ર મિત કોઠારીનું નવું નામ મોહજીત રતન વિજય મહારાજ રાખવામાં આવ્યું છે. તેવી જ રીતે રાકેશ ભાઇના પત્ની સીમા કોઠારીનું નવું નામ ગુન ધસ્તી રેખા શ્રીજી મહારાજ અને પુત્રી સેલી કોઠારી નવું નામ તત્વધસ્તી રેખા શ્રીજી મહારાજ સાહેબ રાખવામાં આવ્યું છે.તમને જણાવી દઇએ કે, શુક્રવારે પણ અડાજણ ખાતે રહેતા કદમ ડોસીને દીક્ષા લીધી હતી. કદમ ડોસીને સીએની ફાઈનલમાં ગુરુ મહારાજનો પરિચય થયો હતો. કદમ સીએ થયા પછી નોકરીએ લાગ્યો હતો. ત્યાં જોયું કે રોજ ક્યાંકને ક્યાંક લાંચ આપવા જવું પડે છે. આથી ખોટુ કરતો હોવાની અનુભૂતિ થઈ અને ગુરૂ મહારાજ પાસે ગયો. ત્યારબાદ દીક્ષાનો નિર્ણય લીધો હતો.

 

(4:27 pm IST)