Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અમદાવાદ: રોડ ક્રોસ કરતા 23 વર્ષીય યુવકને બીઆરટીએસ બસે ટક્કર મારી

અમદાવાદ:  ચાંદખેડામાં રેલિંગ કુદીને રોડ ક્રોસ કરી રહેલા ૨૩ વર્ષના યુવકને પુરપાટ ઝડપે જઈ રહેલી બીઆરટીએસ બસે ટક્કર મારી હતી. જેમાં યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસે બસના ફરાર ડ્રાઈવર સામે ગુનો નોંધીને તેની શોધ આદરી છે.આ બનાવની વિગત મુજબ ચાંદખેડામાં જનતાનગરમાં રહેતો દિપક રાણા(૨૩) ૮ ફેબુ્રઆરીનાં રોજ સવારે અંદાજે ૯.૩૦ વાગ્યે ચાંદખેડામાં પાર્શ્વનગર ગેટ નજીકથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન તે ગેટ સામેની બીઆરટીએસની રેલિંગ કુદીને રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલી બીઆરટીએસ બસે તેને જોરદાર ટક્કર મારી હતી. જેમાં તે ગંભીરપણે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, એમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.એલ ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત બાદ બસ ડ્રાઈવર ભાગી ગયો હતો. બીઆરટીએસની આ બસ વિસતથી ચાંદખેડા જઈ રહી હતી ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. આ અંગે દિપકની માતા સંગીતાબહેન શકરાજી રાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે ગુનો નોંધીને ડ્રાઈવરની શોધ આદરી છે.

(4:26 pm IST)