Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

રાજસ્થાન ટુર લઈને ગયેલ પ્રોગ્રામરના ઘરેથી 56 બોટલ દારૂની ઝડપાઇ

વડોદરા:રાજસ્થાન ટુર લઇને ગયેલા ટુર પ્રોગ્રામર અને ડ્રાયવર-ક્લીનર ત્યાંથી વિદેશી દારૂની ૫૬  બોટલો લકઝરી બસમાં મુકીને લઇ આવ્યા હતા. વરણામા પોલીસે મળસ્કે સાડાચાર વાગ્યે લકઝરી બસને રોકી ચેક કરતા દારૃમળી આવ્યો હતો. જેથી ચાર આરોપીઓની  ધરપકડ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, વડોદરાથી પ્રવાસીઓને લઇને ટુર પ્રોગ્રામર ધર્મેશ કાંતિભાઇ વસાવા (રહે. જયજલારામ સોસાયટી, ડભોઇ દશાલાડ વાડીની પાછળ આજવા-વાઘોડિયા રીંગરોડ) લકઝરી બસમાં રાજસ્થાન રણુજા ગયો હતો. તેની સાથે રસોઇયા  તરીકે અલ્પેશ મહેન્દ્રભાઇ પટેલ (રહે. રેલવે સ્ટેશનની પાસે તારાપુર જિ. આણંદ) ગયો હતો. જ્યારે ડ્રાયવર - કંડકટર તરીકે દિનેશ નાનુરામ ધુર્વે (રહે. જ્ઞાાનનગર દંતેશ્વર) અને કનુ નગીનભાઇ પાટણવાડિયા (રહે. જાની ફળિયુ પોર ગામ) હતા.ટુર પુરી કરીને પરત આવતા સમયે તેઓએ બસમાં  વિદેશી દારૃની બે પેટીઓ મુકી દીધી હતી અને આજે મળસ્કે તેઓ બસ લઇને પરત આવ્યા હતા. પાટલીપુત્ર લખેલી બસમાં વિદેશી દારૃ હોવાની બાતમી વરણામા પોલીસને મળતા વરણામા પોલીસે વોચ ગોઠવીને કાયાવરોહણથી પોર હાઇવે તરફ આવતા સમયે લકઝરી બસને ઉભી રાખી ચેક કરી હતી. લકઝરી બસમાં ડેકીમાંથી દારૃની બે પેટીઓ અને  બે છુટી બોટલો મળીને કુલ ૫૬ બોટલો કિંમત રૃપિયા ૯,૧૫૮ની મળી  આવી હતી. પોલીસે દારૃ, મોબાઇલફોન, લકઝરી બસ સહિત કુલ રૃપિયા ૧૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૃ કોને આપવાનો હતો ? કોને મંગાવ્યો હતો ? તે બાબતે પોલીસે તપાસ શરૃ કરી છે. પાટલીપુત્ર ટ્રાવેલ્સના માલિક સંજયભાઇની પણ આ દારૃની હેરાફેરીમાં સંડોવણી છે કે કેમ ? તે બાબતે વરણામા પોલીસે તપાસ શરૃ કરી છે. 

 

(4:26 pm IST)