Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અમદાવાદમાં ૧૧મી સુધી મહાભારત કથા

હિન્દુધર્મના ગ્રંથોમાં વિજ્ઞાનનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળશેઃ પૂ.સતશ્રી

અમદાવાદ તા. ૯ : સમાજના લોકોને વ્યસનના દુર્ગુણો અંગે જાગૃત કરવા તેમજ તેમનામાં માતૃ-પિતૃ ભક્તિ, ગુરૂ ભક્તિ, પ્રભુ ભક્તિ અને દેશ ભક્તિના મૂલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર તા.૫ થી૧૧ સુધી શાહવાડી તથા અમદાવાદ સત્સંગ સમાજ દ્વારા આયોજિત નારોલ-અસલાલી હાઇવે ઉપર ભમરીય કુવા પાસે પૂજા ફાર્મમાં મહાભારત કથા યોજાએલ  મહાભારતને પાંચમો વેદ કહેવામાં આવે છે અન સ્વામિનારાયણ ભગવાને સતત એક વર્ષ અને પાંચ દિવસ મહાભારતની કથા સાંભળી છે. વેદવ્યાસ દ્વારા રચાયેલા ગ્રંથ મહાભારતનું શ્રવણ કરવાથી વ્યક્તિની માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે તથા લોક અને પરલોકમાં સુખશાંતિ પ્રાપ્ત કરી શકે છે.  કથાના વક્તાપદે  પૂ . સત્શ્રી (સંસ્કૃતિચારાર્ય) મહાભારતના દ્રષ્ષ્ટાંતો ટાંકીને આજના યુગમાં તેની સુસંગતતાને સરળ પ્રકારે સમજાવી રહ્યાં છે. તેમનું માનવું છે કે આપણા ગ્રંથો અને પુરાણોમાં વ્યક્તિના જીવન સંબંધિત તમામ સમસ્યાઓના ઉકેલ ખુબજ સારી રીતે આપવામાં આવ્યાં છે ત્યારે આ મહાન ગ્રંથો અને પુરાણોને વાંચવા અથવા સાંભળવા અત્યંત આવશ્યક છે. આજના વિજ્ઞાનના યુગમાં આપણે નવી ટેકનોલોજી અને ઇનોવેશન તરફ ઝડપથી આગફ્ર વધી રહ્યાં છે ત્યારે ઇતિહાસ ઉપર નજર કરીએ તો હિંદુધર્મના ગ્રંથોમાં પહેલેથી જ વિજ્ઞાનનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળશે.(૩૦.૧૦)

(3:26 pm IST)