Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અમદાવાદમાં કાર્યાલયના કબજા બાબતે વીએચપી-એએચપીના કાર્યકરો વચ્ચે બઘડાટી

વણિકર ભવન ખાતે પોલીસ કાફલો ખડકાયો : ગેરકાયદે કબજો હોવાના સામસામા આક્ષેપો

રાજકોટ તા ૯ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ વણિકર ભવનના કબજા બાબતે આજ વિશ્વ હિન્દુ પરિષદ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયું છે.ડો. પ્રવીણભાઇ તોગડીયાના નવા પક્ષની સ્થાપના ટાંણે જ કાર્યાલય  બાબતે માથાકુટ થતાં ચર્ચા જાગી છે. એ.એચ.પી. પાસેથી  પોલીસની મદદથી વી.એચ.પી.એ ગેરકાયદે કબજો લીધાનો ડો.તોગડિયાનો આક્ષેપ છે, જયારે વી.એચ.પી.ના કાર્યકરો એ.એચ.પી. ના કાર્યકરોનો  કબજો ગેરકાયદ ે હોવાનો વળતો  પ્રહાર કર્યો છે. વણિકર ભવન ખાતે ધમાલ  થતા પોલીસ  કાફલેો પહોંચી ગયો છે.

પાલડી સ્થિત વણિકર ભવનમાં ડો. તોગડીયાના  AHP (આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ) એ પાલડી  સ્થિત વણિકર ભવન કાર્યાલયનો  ખોટી રીતે કબજો કરાયો હોવાની  વી.એચ.પી.એ પોલીસને  જાણ  કરી છે. આજે કાર્યાલય પર કાયદેસર કબજાને  લઇને VHP  અને  AHP  ના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. બન્ને સંગઠનના  કાર્યકરો,  કાર્યાલયના ભોગવટાના  દસ્તાવેજો  લઇને આમને સામને  થયા  હતા. વીએચપી તેમજ એએચપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. તોડફોડ કરાયાનો આક્ષેપ થયો છે અને લૂંટની શંકા દર્શાવવામાં આવી છે. વણિકર ભવન ટ્રસ્ટના નામ ેમિલ્કત છે, જેમાં પ ટ્રસ્ટીઓ  એએચપી  તરફી  અને ૧૦ ટ્રસ્ટીઓ વીએચપી  તરફી  હોવાનું કહેવાય છે. (૩.૧૬)

 

(3:23 pm IST)