Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અમદાવાદમાંથી હજારોની સંખ્યામાં મોરના પીછા મળી આવ્યા

મોરના પીંછા લેબોરેટરી માટે દહેરાદૂન મોકલી આપવામાં આવ્યા

રાજકોટ તા. ૯ : શહેરના નારોલ વિસ્તારની એક સોસાયટીમાંથી એક સાથે બે ટ્રેક ભરીને મોરના પીંછા મળી આવતા ખળભળાચ મચવા પામ્યો હતો. એક સાથે આટલી મોટી સંખ્યામાં એક જગ્યાએ મોરના પીંછા સચવાયેલા હોવાની બાતમીના આધારે ફોરેસ્ટ વિભાગે રેડ કરી હતી.

નારોલની મોતીપુરા પ્રભાતનગર સોસાયટીના મકાનમાં મોરના પીંછા રાખવામાં આવ્યાં હતા. પ્રથમવાર હજારોની સંખ્યામાં મોરના પીંછા મળી આવતાં તંત્ર પણ ચોકી ઊઠયુ હતુ. જોકે આ પીંછા કેવી રીતે આવ્યાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે. વનવિભાગને મળી આવેલા મોર પીંછને લેબોરેટરી પરીક્ષણ અર્થે દહેરાદૂનની લેબમાં મોકલી આપ્યા છે. મોરપીંછ ભેગા કરીને નિયત સંખ્યામાં રબરબેન્ડ જેવી વસ્તુથી વીંટાળવામાં આવ્યા હતા. પોલીસે મોરપીછનો તમામ જથ્થો જપ્ત કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

વન વિભાગના અધિકારીઓ પણ વન્ય પ્રાણી રક્ષણ અધિનિયમ હેઠળની જોગવાઈ અન્વયે તપાસ શરૂ કરી હતી. મોરપીછની વૈજ્ઞાનિક ઢબે તપાસ અર્થે દેહરાદૂન સ્થિત લેબોરેટરીમા મોકલી આપ્યા હતા. મોર એ રાષ્ટ્રીય પક્ષી છે અને તેને મારવું એ ગંભીર ગુનાની વ્યાખ્યામાં આવે છે ત્યારે આટલા બધ મોરપીંછ કયાંથી અને કેવી રીતે આવ્યા હતા તેમજ કયા લઈ જવાના હતા તે બાબતો વન વિભાગ અને પોલીસે સંયુકત રીતે તપાસ હાથ ધરી છે.(૨૧.૨૪)

બે રૂમ ભરીને મોર પંખ : રાષ્ટ્રીય પક્ષીની હત્યા કે કુદરતી મોત ? : રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ગેંગ સક્રિય

અમદાવાદના નારોલ વિસતારના શાહવાડી વિસ્તારની સોસાયટીમાંથી બાતમીના આધારે વન વિભાગે બે રૂમ ભરીને મોર પંખ પકડયા હતા. આટલી સંખ્યામાં મોર પંખ મળી આવતા વન અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. આ પ્રકરણમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેંગ સક્રિય હોવાનું પણ લાગી રહ્યું છે. ઉપરાંત આટલા પીંછા કુદરતી રીતે મોરના શરીર ઉપરથી પડયા છે કે પછી તેની હત્યા કરાઇ છે તેનો દેહરાદુનની લેબોરેટરીના રીપોર્ટમાં ખુલાસો થશે.

(2:42 pm IST)