Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

પાટણ પાસે પ૦ લાખ ઉપરાંતની લૂંટ

પાટણ, તા., ૯: પાટણ નજીક બાબીસાણાના વીસવાસણા ગામ પાસે પાટણનો એક સોની વેપારી લુંટાયો હોવાની હકીકતો બહાર આવી છે.

સોની વેપારી પાટણ-બાલીસાણા રોડ ઉપર પોતાની ગાડી લઇ પસાર થઇ રહયા હતા. ત્યારે એક ઇકો ગાડી તેની ગાડીને ઓવર ટેક કરીને આવી અને પાટણના કોઇ રસ્તાનું સરનામાની પુછપરછ કરતા સોની વેપારી જવાબ આપવા ગાડીનો કાચ ખોલતા જ તેની આંખોમાં મરચાના પાવડરની ભુકી નાખી દેતા વેપારી રાડમરાડ કરી મુકી હતી તે દરમ્યાન ઇકો ગાડીમાંથી એક મહિલા ઉતરી સોનીની ગાડીમાં દાગીના ભરેલ બેગ તેમજ રોકડ રૂ. ૧ર લાખ ઉપરાંતની લુંટ કરી પલાયન થઇ ગયા હતા.

સોની વેપારીએ પાટણના તેમના સગાસબંધીઓને જાણ કરતા ઘટના સ્થળે વેપારીઓ પહોંચી તેને પોલીસ સ્ટેશને લાવી ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. (૪.૪)

(2:41 pm IST)