Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ભરૂચના દયાદર ગામે ગ્રાન્ટમાં ગેરરીતિ ખુલ્લો પાડનાર સામાજિક કાર્યકર્તા ઉપર સરપંચ સહિતનાએ કર્યો હુમલો

કાર્યકર્તા મિનહાજ હાફેજી અને એમના પરિવાર ઉપર હુમલો કરાયો

ભરુચના દયાદરા ગામે પંચાયત દ્વારા 14માં નાણાપંચની ગ્રાન્ટમાં ગેરરીતિ અંગે તંત્ર દ્વારા કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે.દયાદરા ગામે પંચાયતમાં પોલિસ બંદોબસ્ત સાથે તપાસ કરવામાં આવી હતી.

 ભ્રષ્ટાચારમાં સપડાઇ જવાની બીકે ઉશ્કેરાઈને ગામના સરપંચ અને એના કેટલાક લોકો દ્વારા આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનારા સામાજિક કાર્યકર્તા મિનહાજ હાફેજી અને એમના પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

 પોલિસ દ્વારા હુમલાખોરો ઉપર FIR નોંધી પોલીસે વધુ કાર્યવાહી શૂરું કરી છે.

 

(12:02 pm IST)