Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

લોકસભા ચૂંટણી જંગ

કોંગ્રેસ હાઈકમાન્ડ યુવા-મહિલા-નવા ચહેરાને પ્રાધાન્ય આપશેઃ વર્તમાન ધારાસભ્યો વગેરે ચિંતામાં

કોંગ્રેસના અનેક ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી લડવી છે

નવી દિલ્હી, તા. ૯ :. કોંગ્રેસ પક્ષે યુવકો, મહિલાઓ અને નવા ચહેરાઓને ટીકીટ આપવામાં આવશે પ્રાધાન્ય એવી કરેલી જાહેરાતથી ગુજરાતમાં ચૂંટણી લડવા માંગતા કોંગ્રેસના વર્તમાન (સીટીંગ) ધારાસભ્યોમાં ડર ઉભો થઈ ગયો છે. કોંગ્રેસે એવો પણ નિર્ણય લીધો છે કે જે લોકો બે કે તેથી વધુ વખત હાર્યા હોય તેમને પણ ટીકીટ ન આપવી. આ નિર્ણયોને પગલે ગત વિધાનસભાની ચૂંટણી લડેલા અને લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છુકો ચિંતામાં પડી ગયા છે.

વર્તમાન ધારાસભ્યો અલ્પેશ ઠાકોર (રાધનપુર), સોમાભાઈ પટેલ (લીંમડી), વિક્રમ માડમ (ખંભાળીયા), વિરજી ઠુમ્મર (લાઠી), લલિત વસોયા (ધોરાજી), આનંદ ચૌધરી (માંડવી), નૌશાદ સોલંકી (દસાડા)ને લોકસભાની ચૂંટણી લડવી છે તેઓની નજર અનુક્રમે પાટણ, સુ.નગર, જામનગર, અમરેલી, પોરબંદર, બારડોલી, કચ્છ લોકસભા બેઠક પર છે.

જો તેમને ટીકીટ નહિ મળે તો અલ્પેશ ઠાકોર પત્ની કિરણને પાટણથી તો વિરજી ઠુમ્મર પુત્રીને અમરેલી લડાવવા માંગે છે.

અમદાવાદ ૅં લોકસભાની ચૂંટણીમાં બે વખતથી વધુ હારેલા અને સીટીંગ ધારાસભ્યોને લોકસભાની ટિકીટ નહિ આપવાનો મામલે કાંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેશન કમિટિના ચેરમેન અને નેતા નરેશ રાવલે કહ્યું કે, ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે અને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં તેની ચર્ચા કરવામાં આવશે. જો ઉમેદવારોને લઇને નેતાઓના કોઇ સૂચનો હશે તો તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને જે જીતી શકે એવો ઉમેદવાર હશે તેને ટિકીટ આપવાની પ્રાથમિકતા પાર્ટીની રહેશે.

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન ધારાસભ્યો અને રાજયસભા સાંસદોને ટિકિટ નહિ મળે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાસચિવો સાથેની બેઠકમાં આ મામલે સૂચના આપી છે. કોઈ પણ રાજયમાં વર્તમાન ધારાસભ્યને લોકસભા ન લડાવા સૂચના અપાઈ છે. ત્યારે ગુજરાતમાં પણ આ નિયમ લાગુ કરાશે. રાહુલ ગાંધીની સૂચના બાદ ગુજરાતમાં ૧૨ જેટલા ધારાસભ્યોની ચૂંટણી લડવાની આશા પર પાણી ફરી શકે છે.

ગાંધીનગર ઉત્ત્।રના સી જે ચાવડા (ગાંધીનગર બેઠક પરથી લડવા માંગે છે    કલોલ બળદેવજી ઠાકોર (મહેસાણા બેઠક પરથી લડવા માંગે છે ) રાધનપુર અલ્પેશ ઠાકોર (પાટણ બેઠક પરથી લડવા માંગે છે) સાવરકુંડલા પ્રતાપ દુધાત (અમરેલી  બેઠક પરથી લડવા માંગે છે)  લાઠી વીરજી ઠુમ્મર (અમરેલી બેઠક પરથી લડવા માંગે છે) માંડવી આનંદ ચૌધરી (બારડોલી બેઠક પરથી લડવા માંગે છે)  કપરાડા જીતું ચૌધરી (બારડોલી બેઠક પરથી લડવા માંગે છે)  વાંસદા અનંત પટેલ (બારડોલી બેઠક પરથી લડવા માંગે છે)  કરજણ અક્ષય પટેલ (વડોદરા બેઠક પરથી લડવા માંગે છે)  ધોરાજી લલિત વસોયા (પોરબંદર બેઠક પરથી લડવા માંગે છે)  પાટણ કિરીટ પટેલ (મહેસાણા બેઠક પરથી લડવા માંગે છે)  સોમભાઈ પટેલ (સુરેન્દ્રનગર બેઠક પરથી લડવા માંગે છે) (૨-૨)

(10:26 am IST)