Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

રાજપીપળા શહેરમાં લોકડાઉનના કારણે પતંગ બજારમાં મંદીનું મોજું : ઉત્તરાયણ ફીકી રહેશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં આ વર્ષે ઉત્તરાયણ ફીકી રહેશે કેમ કે લોકડાઉનની અસર રાજપીપળાના પતંગ બજારમાં ખાસ જોવા મળી રહી છે જેમાં દર વર્ષે ડિસેમ્બર મહિનાથી પતંગરસિયાઓ પોત પોતાના છાપરે પતંગ ઉડાડી ધમાચકડી કરતા હોય આ ઉત્તરાયણમાં જાન્યુઆરી મહિનાના 10 દિવસ પસાર થયા બાદ હવે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી હોવા છતાં પતંગ રસિયાઓ હજુ મુડમાં જોવા મળ્યા નથી અને આકાશ માં પણ એક પણ પતંગ જોવા ન મળતા પતંગના વેપારીઓ પણ આ વર્ષે ચિંતિત જણાય છે.
વેપારીઓએ પણ આ વર્ષે પતંગનો સ્ટોક ઓછો ભર્યો છે સાથે સાથે દોરી સુતનાર કારીગરો પણ નહિવત હોવાથી કેટલાક વિસ્તારોમાં હજુ દોરી સુતવાની શરૂઆત થઈ જોવા મળી નથી ત્યારે લોકડાઉન માં પતંગ નો વેપાર આ વર્ષે એકદમ ડાઉન રહેશે તેમ જોવા મળી રહ્યું છે.

(10:45 pm IST)