Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

દેડિયાપાડા પાસે સ્ટેટ વિજીલન્સ ટીમે વિદેશી દારૂનો જથ્થા સાથે ટ્રક ઝડપી રુપિયા 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

દેડિયાપાડા નજીક સ્વામિનારાયણ હોટલના પાર્કિંગમા ઉભેલી મધ્ય પ્રદેશ પાસિંગની ટ્રકમા બેરલો પાછળ દારૂ સંતાડયો હોવાની બાતમી મળી હતી:દારૂનો આટલા મોટા પ્રમાણમા જથ્થો કયાં થી આવ્યો કયાં લઇ જવાતો હતો તેની તપાસ શરૂ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા નજીકથી દારૂની ટ્રક પસાર થવાની સ્ટેટ વિજીલન્સની ટીમને બાતમી મળી હોય ગતરાત્રે સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી દારૂ અને ટ્રક સાથે બેની ધરપકડ કરી છે.
જોકે મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં વિદેશી દારૂ આવતો હોય છે જે ડેડીયાપાડા પોલીસ ઝડપી પાડતી હોય છે છતા બુટલેગરો યેનકેન પ્રકારે આ વેપલો ચાલુ રાખતા હોય છે ત્યારે ગત રાત્રે સ્ટેટ વિજીલન્સની ટીમના મહિલા પી. આઇ. આર. બી. પ્રજાપતિ સહિત તેમના સ્ટાફે આ વિસ્તારમાં વોચ ગોઠવી બાતમીદારોને કામે લગાડી દેડિયાપાડાથી મહારાષ્ટ્ર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ સ્વામિનારાયણ હોટલના પાર્કિંગમા પાર્ક કરેલી ટ્રક નંબર MP 09 HF 7619 માથી રુપિયા 15 લાખ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક કિંમત રુપિયા 15 લાખ મળી કુલ રુપિયા 30 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઇવર અને કલિનરને ઝડપી પાડ્યા હતા.
સ્ટેટ વિજીલન્સની ટીમે ઝડપી પાડેલા ડ્રાઈવર, કલિનરને દેડિયાપાડા પોલીસ મથક સોંપવામાં આવ્યા હોય આ વિદેશી દારૂનો જથ્થો કયાંથી આવ્યો કયાં લઇ જવાતો હતો દારૂના આ વેપલામા કોણ કોણ સંડોવાયેલા છે તેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા પોલીસ વડા હિમકરસિંહની સૂચના હેઠળ ડેડીયાપાડા પીએસઆઇ ડામોર અને સ્ટાફે 2020 ના વર્ષમાં લગભગ 12 જેવા ઈંગ્લીશ દારૂના કેશ શોધી અંદાજે 20 લાખ જેવો પ્રોહીબીસનનો મુદામાલ ઝડપી સરાહનીય કામગીરી કરી જ છે ત્યારે આ ટ્રક ડેડીયાપાડાથી ત્રણેક કિલોમીટર દૂર હોટલ પર ઉભી હોય જે સ્ટેટ વિજિલન્સ ના હાથે ઝડપાઇ ગઈ હતી.

(10:15 pm IST)