Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

અમે બંગાળને પાકિસ્તાન નહીં બનવા દઈએ : કેન્દ્રીય ટેક્ષઈલ મંત્રી સ્મૃતિ ઈરાની

ત્રણ દિવસીય સીટેક્ષ એક્સો-૨૦૨૧ ખુલ્લો મુકાયો : કેન્દ્રીય ટેક્ષઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરતથી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યા

સુરત, તા. : આજે કેન્દ્રીય ટેક્ષઈલ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા ત્રિદિવસીય 'સીટેક્ષ એક્ષ્પો-૨૦૨૧લ્લને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તા. , ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન આયોજિત પ્રદર્શનમાં અદ્યતન ટેક્ષટાઈલ મશીનરી, એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળથી આવેલા મહિલા સાંસદ દ્વારા દીદી મુદ્દે ટીપણીની કરતા રાજકરણ ગરમાયું છે.

સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા. , ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ દરમિયાન યોજાનાર ત્રિદિવસીય ટેક્ષ્ટાઈલ ટેકનોલોજી એન્ડ મશિનરી એક્ઝિબીશન 'સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પોસીટેક્ષ ૨૦૨૧લ્લને ખુલ્લો મુક્યો હતો.

ટેક્સ્ટાઈલ્સ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નિવેદન હતું કે, વૈશ્વિક મહામારીમાં માત્ર ભારતમાં એક અનોખો ઇતિહાસ રચાયો છે, જ્યાં સુરતના ટેકસ્ટાઇલ્સ ઉદ્યોગ દ્વારા પ્રથમ વખત એક્ઝિબિશન યોજાયું છે. જે ભારતનું મોટું પ્રમાણ દર્શાવે છે. એક્ઝિબિશનમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અત્યાધુનિક મશીનરી સામે આવી છે. કોરોનાની મહામારીમાં દેશ દ્વારા ઘૂંટણ નથી ટેકયા પરંતુ ઉભા થઇ પરિશ્રમ કરી આત્મનિર્ભર હેઠળ આગળ વધ્યું. માર્ચ મહિનામાં કોરોનાએ ભારતમાં દસ્તક આપી હતી ત્યારથી ૧૧૦૦ કંપનીઓ ઉભી થઈ છે અને સાડા સાત કરોડનો વેપાર લોક ડાઉન દરમ્યાન કર્યો છે, એન૯૫ માસ્કના ઉત્પાદનમાં ઇન્ડસ્ટ્રીઝ વધુ વેપાર કર્યો છે. એન ૯૫ માસ્ક બનાવવાળી બે કંપનીઓ હતી. જ્યાં હવે ૨૫૦ કંપનીઓ ઉભી થઇ ગઇ છે. ભારતની નાની ઇન્ડસ્ટ્રીઝને અન્ય દેશ પાસે હાથ ફેલાવવા પડે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. સરકારે પાંચ વર્ષ અગાઉ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું અને હાલ ૧૦ હજાર કરોડનું પેકેજ ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ માટે જાહેર કર્યું છે. પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત છે.

દરમિયાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, વિરોધી લોકો પશ્ચિમ બંગાળ માટે એવું કહે છે કે અમે પશ્ચિમ બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ પણ અમે બીજેપીવાળા એવું કહીએ છીએ કે, અમે પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવીશું પરંતુ પશ્ચિમ બંગાળને પાકિસ્તાન નહીં બનવા દઈએ.

વિમેન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દેબાશિષ ચૌધરીએ આજે ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપતા જણાવ્યું હતું, દીદીના શાસનમાં લોકો હેરાન થયા છે, પરંતુ બંગાળની લોકસભાની ચૂંટણીમાં ભાજપે સીટ મેળવી હતી અને લોકોએ આવકરાય છે, વિધાનસભામાં તો ભાજપની સરકાર બનશે એવું પણ દેબાશીશ ચૌદરીએ ઉમેર્યું હતું, ગુજરાત નું વિકાસ મોડલ વિશ્વમાં ધ્યાન લેવાઈ રહ્યું છે, પશ્ચિમ બંગાળના લોકોએ નિર્ણય લઈ લીધો છે, માત્ર ચૂંટણી યોજાવાની બાકી છે.

(8:38 pm IST)