Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ડુંગરી પોલીસે હોળીમાં આવેલો રૂ.54 હજારનો દારૂ પકડ્યો :,પીએસઆઈ જે. એસ. રાજપૂતેની સૂજબુજથી દારૂ પકડાયો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લા પોલીસના ખોફને લઇ બુટલેગરો હવે દારૂની હેરાફેરી માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. જેમાં તેઓ દરિયાઇ માર્ગે દારૂની હેરાફેરી માટે વળ્યા છે. જેની બાતમી મળતાં વલસાડ ડુંગરી પોલીસે દાંતી ગામે દરિયા કિનારે દરોડો પાડી રૂ. 54 હજારનો દારૂ પકડી પાડ્યો હતો. પોલીસને જોઇને ભાગેલી હોળીને પણ ધોલાઇ મરીન પોલીસ પાસે પકડાવી દીધી હતી

  વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂતે બાતમીના પગલે દાંતી ગામે દરિયા કિનારે વોચ ગોઠવી હતી. આ વોચમાં ત્યાંથી દારૂનો જથ્થો લઇને આવેલી હોળીને જોઇ પોલીસ દોડી હતી. જોકે, હોળી ચાલક દારૂ મુકીને ભાગી ગયો હતો. જેના પગલે પીએસઆઇ રાજપૂતે સમય સૂચકતા વાપરી ધોલાઇ મરીન પોલીસને જાણ કરી હતી. જેના પગલે મરીન પોલીસે હોળીને પકડી રૂ. 29 હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જ્યારે ડુંગરી પોલીસે રૂ. 54 હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ બંંને કેસમાં હાળીમાં આવેલા બુટલેગરો મોહન મગન ટંડેલ, સાગર નાનુ ટંડેલ અને દિક્ષિત ટંડેલ ફરાર થઇ જતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.પીએસઆઈ જે. એસ. રાજપૂતેની સૂજબુજથી દારૂ પકડાયો હતો જ્યારે ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતા ભરી

કામગીરી પીએસઆઈ જે. એસ. રાજપૂતે કરી છે ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ  વેચાણ કરનાર સામે કાયદા નું શસ્ત્ર ઉગામી ને  પીએસઆઈ રાજપૂતે જિલ્લા પોલીસ વડાની મુહિમમાં રંગ પૂર્યો છે સતત દારૂ ના કેશ કરી બૂટલેગરો હફાવી દીધા છે જિલ્લા પોલીસ વડાનું માર્ગદર્શન અધિકારીઓમાં જોશ પૂરે છે.

(6:10 pm IST)