Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોરોનાની સ્થિતિમાં ધો. ૧૦માં શાળા કક્ષાએ ૨૦ ગુણને બદલે ૩૦ આંતરીક મૂલ્યાંકન છાત્રો માટે આશિર્વાદ સમાન

શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર દ્વારા રજૂઆત

રાજકોટઃ. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે કે ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં ૨૦ ગુણને બદલે કોવીડની વર્તમાન સ્થિતિમાં માર્ચ ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨ બે વર્ષ માટે ૩૦ ગુણ આંતરીક મૂલ્યાંકન રાખવાની માંગ કરી છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલે રજૂઆતમાં જણાવ્યુ છે કે સીબીએસઈ અને દેશના અન્ય બોર્ડમાં ધો. ૧૦ની રેટ પરીક્ષા પદ્ધતિમાં ૨૦ ગુણ શાળા કક્ષાએ રાખવામાં આવેલ છે. કોરોનાની સ્થિતિમાં પ્રત્યક્ષ શિક્ષણ અને પરોક્ષ ચાલુ રહેનાર છે. નવી શિક્ષણ નીતિનો અમલ પણ થવાનો છે ત્યારે ધો. ૧૦માં શાળાકક્ષાએ ૨૦ ગુણને બદલે ૩૦ ગુણ આંતરીક મૂલ્યાંકન માટે ફાળવવામાં આવે તો ગુજરાતના વાલીઓ - વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત માટે આશિર્વાદ સમાન ગણાશે. ધો. ૯ થી ૧૨ના ૮ સેમેસ્ટર માટે ૩૦ વધતા ૭૦ બરાબર ૧૦૦ ગુણની પરીક્ષા પદ્ધતિ અંગે સૂચનો લખીને યોગ્ય કરવા માંગ છે.

(5:18 pm IST)